Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વડોદરામાં કંડકટરની ઇમાનદારીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ : લાખો રૂપિયાની કિંમતના દાગીના મહિલાને પરત કર્યા

વાઘોડિયાથી વડોદરા આવેલા મહિલા સેવાસી જવા માટે ઉતાવળ હોવાથી બસમાં સોના ચાંદીના દાગીના ભરેલ પર્સ ભૂલીને નીકળી ગયા હતા

વડોદરા : સીટી બસમાં સોના ચાંદીના દાગીના ભરેલ પર્સ ભૂલી ગયેલી મહિલાને બસ સંચાલક દ્વારા પર્સ પરત કરીને માનવતા મહેકાવી હતી સાથે સાબિત કર્યું હતું કે, માણસો હજી પણ જીવીત છે. વડોદરા શહેરના ગોત્રી સેવાસીમાં રહેતી એક મહિલા સેવાસીમાં રહેતા સંબંધીના ત્યાં શ્રીમંતનો પ્રસંગ હોવાથી વાઘોડિયાથી વડોદરા શહેરમાં આવવા માટે સીટી બસમાં બેઠા હતા. તેઓ  વડોદરા સીટી બસ સ્ટેન્ડે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ સેવાસી જવા માટે ઉતાવળ હોવાથી બસમાં સોના ચાંદીના દાગીના ભરેલ પર્સ ભૂલીને નીકળી ગયા હતા.

(11:48 pm IST)