Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજપીપળા ખાતે 75 મા સ્વતંત્રતા દિવસે 108 એમ્બુઅલન્સના કર્મચારીઓને સન્માનિત કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 75 માં સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજપીપલા ના અંબુભાઈ પુરાણી  સ્કુલના સ્પોર્ટ્સ સંકુલ માં કરવામાં આવ્યો હતો જેમાં નર્મદા કલેક્ટર ડી એ શાહ ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 108 એમ્બ્યુલન્સના કર્મીઓ કે જેમને ઉમદા કામગીરી કરી છે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
  સન્માનિત કરાયેલા કર્મીઓમાં ઈ એમ ટી અમ્રતભાઈ ઠાકોર,પાયલોટ ગણપતસિંહ ગોહિલ તેમજ MHU માંથી ડો વર્ષાબેન વસાવા, પેરામેડીક અરુણાબેન તડવી,10 ગામ દીઠ ફરતું પશુ દવાખાના (MVD) ના પાયલોટ રવિકુમાર વાળંદનો સમાવેશ થાય છે ઉપરોકત તમામની ઉમદા કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.  108 ની ટીમનો ઉત્સાહ વધારવા માટે જે સન્માન કલેક્ટર સાહેબ દ્વારા કરાયું તે બદલ 108ની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો તેમજ હંમેશની જેમ પુરી નિષ્ઠા અને પ્રામાણિકતા થી પોતાની ફરજ નિભાવા માટેના સંકલ્પ લીધા હતા.

(10:52 pm IST)