Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

ચાલુ નાણાકીય વર્ષમાં છલકાયો સરકારી ખજાનો : ઈન્કમ ટેક્સ પેટે સરકારને મળ્યાં 13.63 લાખ કરોડ

ચાલુ વર્ષમાં સીબીડીટીનું બજેટ અનુમાન 11.08 લાખ કરોડ હતું જેને વધારીને 12.50 લાખ કરોડ કરાયું જોકે નેટ કલેક્શન 13.63 લાખ કરોડ થયું: ગયા વર્ષની તુલનામાં આ નેટ કલેક્શન 48 ટકા વધારે

અમદાવાદ : 2021-22ના વર્ષમાં સરકારને ઈન્કમ ટેક્સની જંગી આવક થઈ છે. ઈન્કમ ટેક્સના આંકડા જાહેર કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના ચેરમેન જેબી મોહપાત્રાએ કહ્યું કે ચાલુ વર્ષમાં સીબીડીટીનું બજેટ અનુમાન 11.08 લાખ કરોડ હતું જેને વધારીને 12.50 લાખ કરોડ કરાયું હતું. આજે અમારુ નેટ કલેક્શન 13.63 લાખ કરોડ થયું છે જે 2018-19 પછીનું સૌથી સારુ કલેક્શન છે. 

   જેબી મોહપાત્રાએ આગળ કહ્યું કે 13.63 લાખ કરોડ આજનું કલેક્શન છે જે 30 માર્ચ સુધી વધવાની સંભાવના છે. છેલ્લા પાંચ વર્ષમાં અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઇતિહાસમાં અમારી કુલ અને ચોખ્ખી આવક આશાવાદી છે અમારી ગ્રોસ સંખ્યા 15 લાખ કરોડને પાર પહોંચી છે જેને અમે કદી પણ સ્પર્શી ન શકીએ.

 

સીબીડીટી ચેરમેને એવુ પણ કહ્યું કે ગયા વર્ષની તુલનામાં આ નેટ કલેક્શન 48 ટકા વધારે છે. તેમણે કહ્યું કે ઈન્કમ ટેક્સની આવક વધવા પાછળનું કારણ વિભાગ અને સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા છે. 

 

 

 

જો સરકારને મળી રહેલી ઈન્કમ ટેક્સની આવક આવી જ ગતિએ ચાલુ રહી તો એક દિવસમાં ઈતિહાસમાં ક્યારેક ન થઈ હોય તેટલી આવક સરકારને થશે

 

 

(8:44 pm IST)