Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ભરૂચની મહેક અને ખુશીની ઇન્ટર સ્ટેટ અંડર -16 ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી

ખુશી મારવાડી બેટિંગ-વેકેટકિપિંગમાં માહિર ;મહેક કાલીવાળા ફાસ્ટ બોલિંગ-બેટિંગમાં કુશળ

 

ભરૂચ :ભરૂચના ક્રિકેટપ્રેમીઓમાં અનોખી ખુશી ફેલાઈ છે વિરાટ કોહલીની શાનદાર સેન્ચુરીનાં ખુશી નહીં પરંતુ પોતાના ગામની બબે દીકરીઓ રાજ્યની ગર્લ્સ ક્રિકેટ ટીમમાં પસંદ થતા ખુશી બેવડાઈ છે ઈન્ટર સ્ટેટ અંડર-16 ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે રાજ્યની ટીમમાં ભરૂચની બે ખેલાડીની પસંદગી થઈ છે. જેને પગલે ભરૂચના ક્રિકેટપ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

   ટીમમાં ખુશી મારવાડી અને મહેક કાલીવાલાની ગુજરાત અંડર-16 ટીમમાં પસંદગી થઈ છે. ખુશી મારવાડી બેટિંગ અને વિકેટ કિપિંગમાં માહીર છે,જયારે મહેક કાલીવાલા પેસ બોલિંગ અને બેટિંગમાં શાળા કક્ષાથી ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે. મુંબઈમાં સચીન તેડુંલકર જીમખાના ખાતે ગુજરાતની ગર્લ્સ અંડર-16 ટીમ રમવા જશે. બંને કિશોરીઓએ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય ટીમમાંથી વિશ્વકક્ષાએ નજર દોડાવી છે.

(9:46 pm IST)