Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

તાપીના ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાંથી છુટા કરાતા ૫૦ કમ૪ચારીઓના સુત્રોચ્ચાર-ધરણા

તાપીઃ જીલ્લાના ઉકાઇ થર્મલ પાવર સ્ટેસનમાંથી ૫૦ કામદારોને છુટા કરી દેવાતા ભારે રોષ છવાયો છે આ કર્મચારીઓ દ્વારા ધરણા-સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો છે.

તાપી જિલ્લામાં ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં ૫૦થી વધુ કામદારોને ફરજ પરથી છુટા કરાયા છે. આ  અસરગ્રસ્ત કામદારો થર્મલ પાવર સ્ટેશનમાં છેલ્લા ૨૭ વર્ષથી ફરજ બજાવતા હતા. લેબર કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો કામદારોની તરફેણમાં આદેશ હોવા છતાં તેમને ફરજ પર લેવાતા નથી. ત્યારે આ પીડિત કામદારોએ વિરોધ વ્યકત કરીને ધરણા પર બેઠા છે. કામદારોએ કચેરી બહાર ધરણા સાથે હાથમાં બેનરો રાખીને સુત્રોચ્ચાર પોકાર્યા હતા. કામદારોની લડતને લઇને તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(6:52 pm IST)