Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ છે : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

જીરાના પાકનો ટેકાના નિયત પાકોમાં સમાવેશ નથી

ગાંધીનગર :કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ છે અને રાજ્યમાં જીરુના પાકનો ભાવ ઐતિહાસિક સપાટીએ છે.

જીરુના પાક અંતર્ગત ટેકાના ભાવની ખરીદી અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે ટેકાના ભાવ માટે નિયત પાકોમાં જીરુનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જીરુના ઉત્પાદક ખેડૂતોને જીરૂના ઉત્પાદન ખર્ચ કરતાં અનેક ગણો ભાવ બજારમાં મળી રહ્યો છે. મંત્રીએ ટેકાના ભાવો માટે નિયત પાકોની જાણકારી આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ૨૩ પાકો ટેકાના ભાવ માટે નિયત કરાયા છે તે પૈકી ગુજરાતના ૧૫ પાકોનો સમાવેશ થાય છે.
કૃષિ મંત્રીએ ટેકાના ભાવ નિયત કરવા અંગેના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની નિયત સંસ્થાઓ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખર્ચનું આંકલન, કુદરતી આપત્તિ, આનુષાંગિક બાબતો, વાવેતર સહિત અનેક બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે.
જીરુના પાકની નિકાસ પરત આવી રહી છે તે અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે. ઉપરાંત, આ માટે જાગૃતિ કાર્યક્રમો, તાલીમ-માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

(8:58 pm IST)