Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

એન.ટી.ઇ.પી અંતર્ગત આયોજીત સી.એમ.ઇ માં પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સને ટીબી વિશે વિસ્તૃત માહીતી આપવામાં આવી

વિરમગામમાં પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સને આરોગ્ય વિભાગ દ્વારા કન્ટીન્યુઅસ મેડીકલ એજ્યુકેશન(સીએમઇ) અપાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત દેશમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્ય સાથે ટીબી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરેલ છે. નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ (એન.ટી. ઇ.પી) અંતર્ગત અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સને સી.એમ.ઇ.(કન્ટીન્યુઅસ મેડીકલ એજ્યુકેશન) આપવામાં આવ્યુ હતુ. અમદાવાદ જીલ્લા પંચાયત, ડિસ્ટ્રીક્ટ ટીબી સેન્ટર અમદાવાદ તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમારના માર્ગદર્શન મુજબ આયોજીત સી.એમ .ઇ.માં અમદાવાદના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવ,જિલ્લા ક્ષય અધિકારી ડો. કાર્તિક શાહ,  સિવિલ હોસ્પિટલ ટીબી એન્ડ ચેસ્ટ ડીપાર્ટમેન્ટના એચ.ઓ.ડી ડૉ.નલીન શાહ, બી.જે મેડીકલ કોલેજ ટીબી એન્ડ બેસ્ટ એપાર્ટમેન્ટના એસોસિયેટ પ્રોફેસર ડૉ.ઘનશ્યામ બોરીસાગર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, ડો.શરદ પાલીવાલ, એ.એમ.એ ના ડૉ.રાગેશ પટેલ, ડો.દિલીપ પટેલ, મેડીકલ ઓફિસરો, આયુષ મેડિકલ ઓફિસર, ટીબી સુપરવાઇઝર સહિત મોટી સંખ્યામાં વિરમગામ તાલુકાના પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સ ઉપસ્થીત રહ્યા હતા. વિરમગામ તાલુકામાં હાઈએસ્ટ ટીબી નોટીફિકેશન કરવા બદલ ભાગ્યોદય હોસ્પિટલ ના ડૉ.દિલીપ પટેલને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  અમદાવાદ જિલ્લા ક્ષય અધિકારી ડો. કાર્તિક શાહે જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકાના પ્રાઇવેટ પ્રેક્ટીસનર્સને નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ (એન.ટી.ઇ.પી) અંતર્ગત આયોજીત સી.એમ.ઇ માં ટી.બી,એમડીઆર ટીબી, પ્રિઝમટીવ ટીબી કેસ, પ્રિઝમટીવ પીડીયાટ્રીક ટીબી, ડાયગ્નોસિસ ઓફ ટીબી, કેસ ડેફિનેશન, ટ્રીટમેન્ટ રેજીમેન્સ, ડેઇલીડોઝ સીડ્યુએલ, ડ્રગ ડોઝ, ફોલોઅપ,સીબીનાટ, નિક્ષય, સ્ટાન્ડર્ડ ટીબી કેર ઇન ઇન્ડીયા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સી.એમ.ઇ.માં આપવામાં આવેલ સચોટ તથા વિસ્તૃત માર્ગદર્શનથી વિરમગામ તાલુકામાં ટીબીનું નોટીફીકેશન વધશે. નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ (એન.ટી.ઇ.પી)માં પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સનું સતત ઉમદા યોગદાન મળતુ રહે તે રીતે સહકાર આપશો.

 

(8:27 pm IST)