Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

વિરમગામ, સાણંદ સહિત અમદાવદ જીલ્લામાં ૧૨ થી ૧૪ ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો શુભારંભ કરાયો

સ્વદેશી કોર્બેવેક્સ વેક્સિનના પ્રથમ ડોઝના રસીકરણ બાદ ૨૮ દિવસ પછી બીજો ડોઝ લેવાનો રહેશે

 

 
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ, સાણંદ સહિત અમદાવાદ જીલ્લામાં બુધવારથી ૧૨ થી ૧૪ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો શુભારંભ કરાયો છે. આ સાથે ૬૦ થી વધુ વયના તમામ વયસ્કો માટે  પ્રિ-કોશન ડોઝનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. બાળકોને શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોર્બેવેક્સ વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવશે. જ્યારે 28 દિવસ બાદ બાળકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. અમદાવાદ જીલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમારના માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

 

(8:25 pm IST)