Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

નાગરિકોના મહેસુલી પ્રશ્નોના ઝડપથી હકારાત્મક નિકાલ માટે મહેસૂલ વિભાગ કટિબઘ્ઘ

મહેસુલી સેવાના પ્રશ્નોમાં સ્થળ પર નિકાલ કરવા મહેસૂલી મેળાનો નવતર અભિગમ :મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી :મહેસૂલી પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરીને સાચા માણસોને ન્યાય અપાવવા મહેસુલી તંત્રને સૂચના: મહેસૂલી સેવાઓમા ડિઝીટલાઇઝ કરી પારદર્શકતા થકી સેવાઓ ઝડપી બનાવાશે : પંચમહાલ જિલ્લામાં છેલ્લા ૧ વર્ષમાં ૩૨૬૫૫ નોંઘો મંજૂર

અમદાવાદ :મહેસૂલ મંત્રીરાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને મહેસૂલી સેવાઓને લગતા પ્રશ્નોનો ઝડપથી અને હકારાત્મક નિકાલ થાય તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવીને મહેસૂલી મેળાનું રાજયભરમાં આયોજન કર્યુ છે. જેને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો છે, મહેસૂલી મેળાઓમાં વિવાદિત વાંઘાઓનો ત્વરિત નિકાલ કરીને સાચા માણસોને ન્યાય અપાવવા મહેસુલી તંત્રને સૂચનાઓ આપી દેવાઇ છે.
  આજે વિઘાનસભા ખાતે પંચમહાલ જિલ્લામાં હકકપત્ર નોંઘોનો નિકાલ અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રીને હાલના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ મહેસૂલી કામગીરીને ડિઝીટલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો. જેનાથી પારદર્શકતા વઘી છે. સાચા માણસને ન્યાય મળેલ છે. રાજયભર મોટાભાગની મહેસૂલી સેવાઓ ડીઝીટલાઇઝ થયેલ છે જે i-ORa પોર્ટલ થકી કાર્યરત થયેલ છે, જેના દ્વારા પ્રશ્નોનો ત્વરિત નિકાલ થતા જાય છે અને નાગરિકોના સમય નાણાંની બચત થાય છે.
  મહેસૂલી મંત્રીએ ઉમેર્યુ છે હકકપત્રક નોંઘો ઓનલાઇન કરી છે જેમાં વિવિઘ જોગવાઇઓ અનુસાર ઘટતી કાર્યવાહી કરવાની હોય છે. નોંઘોની મંજૂરી અંગેના કિસ્સામાં કોઇ વાંઘો હોય તો પ્રથમ સંબંઘિત પ્રાંત અઘિકારીને અરજી કરવી, પ્રાંત અઘિકારીને વાંઘો જણાય તો સંબંઘિત કલેક્ટરને અરજી કરવી, કલેકટરના નિર્ણય સામે પણ વાંઘો જણાય તો સચિવ, વિવાદને અરજી કરીને વાંઘા સૂચનો રજૂ કરી શકે છે. વાંઘો આપનાર સાચો હોઇ શકે, કેટલાક લોકો વાંઘો પાડવા માટે વાંઘો લેતા હોય તો તેની પણ કરવી જરૂરી છે.
  મહેસૂલ મંત્રીએ ઉમેર્યું હતું કે પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વિવિઘ ૪૧૦૩૨ નોંઘો પાડવામાં આવે છે જે પૈકી ૩૨૬૫૫ નોંઘ મંજૂર કરી છે. જ્યારે ૧૮૮૦ નોંઘના નામંજૂર  કરાઇ છે. નામંજૂર કરવાના કારણો જોઇએ તો  ટૂકડા ઘારાનો ભંગ થતો હોવાથી, ખેડૂત ખરાઇપત્ર રજૂ થયેલ ન હોવાથી, મરણ પ્રમાણપત્રમાં વિસંગતતા હોવાથી, પ્રોબેટ સર્ટી રજૂ કરેલ ન હોવાથી,વસિયતનામુ રજૂ કરેલ ન હોવાથી, મરણ પ્રમાણપત્ર રજૂ કરેલ ન હોવાથી, અસલ સોંગદનામુ રજૂ કરેલ ન હોવાથી – વગેરે જેવા વિવિધ કારણોસર આ નોંઘો મંજૂર કરાઇ નથી તથા વડિલોપાર્જીત જમીન ન હોવાથી આ નોંઘો મંજૂર કરાઇ નથી, તેમજ પંચમહાલ જિલ્લામાં તા.૩૧/૧૨/૨૦૨૧ ની સ્થિતિએ ૬૪૯૩ હકકપત્રક નોંઘાની નિકાલ બાકી છે તે પૈકી તકરારી સિવાયની તમામ નોંઘોમાં હકારત્મક નિકાલ કરાયો છે.
મહેસૂલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ મહેસૂલી મેળાઓના કારણે મહેસૂલી તંત્રની કામગીરીમાં ગતિ આવી છે અને પ્રજાલક્ષી અભિગમથી મહેસૂલી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે.

 

(7:32 pm IST)