Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

હવે રાજ્યના ખેડૂતોને સતત 8 કલાક પુરા વોલ્ટેજ સાથે વીજળી મળશે :કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

રકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો:હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે.

અમદાવાદ :રાજ્યમાં ખેડૂતોને વીજળીની સમસ્યાથી મુશ્કેલી વધી રહી છે. અને વિધાનસભામાં આ મામલે વિપક્ષ ધારાસભ્યોએ પણ હોબાળો મચાવ્યો હતો, ત્યારે ખેડૂતોને મળતી વીજળીને લઈને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે તેવો દાવો કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કર્યો છે

ગુજરાતભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેને લઈને મહેસાણા, નવસારી, સાબરકાંઠા, સાણંદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ સરકાર સામે રોષ પ્રગટ કરી, પુરતી વીજળીની માગ કરી રહ્યા હતાં. કૃષિ મંત્રી રાઘવજી પટેલનું ખેડૂતોને મળતી વીજળીને લઈને પટેલે મહત્વનું નિવેદન કર્યું છે.જેમાં તેઓએ જણાવ્યું છે કે,  સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. આજે ઉર્જા મંત્રી સાથે મીટીંગ હતી જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે. અને આજથી જ આ બાબતે અમલીકરણ કરવામાં આવશે.

(1:04 pm IST)