Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મતદાનનો મંડપ રોપાયો, પરિણામના ઢોલ ઢબુકયા : સોમવારે 'નવાજુની'ના પોખણા

ભૂતકાળમાં ઓપીનિયન પોલ-એકઝીટ પોલ સત્ય, અર્ધસત્ય કે અસત્ય સાબિત થયાના અનેક દાખલા : તમામ ચેનલોના એકઝીટ પોલના તારણને અવગણી શકાય નહિ અને આખરી પણ ગણી શકાય નહિ : સર્વેનું તારણ ફરી ભાજપની સરકાર બનવાનું પણ સર્વને એમાં ખાતરી નહિઃ ૯પ થી ૧૧પ બેઠક સાથે સતા સંભાળવાની કોંગ્રેસની આશા અકબંધ

રાજકોટ, તા. ૧પ : ગઇકાલે વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન (૬૮ ટકા) પુરૂ થઇ ગયું. મતદાન પુરૂ થઇ ગયું. મતદાન પુરૂ થયા બાદ વિવિધ ન્યુઝ ચેનલોએ એકઝીટ પોલ આપવાનું શરૂ કરેલ. તમામ પોલનું તારણ ફરી ભાજપની સરકાર બની રહ્યાનું દર્શાવે છે એક પણ એકઝીટ પોલ કોંગ્રેસને સતા મળવાના તારણ પર નથી તમામ ચેનલોના એકઝીટ પોલ સાચા પડે તો ગુજરાતમાં સતા પરિવર્તન નહિ પણ પુનરાવર્તન થશે. બે તબક્કે મતદાનનો માંડવો રોપાઇ ગયો છે. પરિણામના ઢોલ (તા.૧૮મીએ) સંભળાવા લાગ્યા છે. નવા ઇતિહાસના વધામણાની તૈયારી થઇ રહી છે. ઓપનિયન પોલ અને એકઝીટ પોલ કેટલા સાચા ? તેની ખરાઇ આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે.

તમામ ચેનલોએ ભાજપને ૧૦૮ થી ૧ર૪ બેઠકો મળવાની શકયતા દર્શાવી છે એક ચેનલે આ આંકડો ૧૩પ સુધી દર્શાવ્યો છે જેમાં કોંગ્રેસને ૪૭ બેઠકો મળવાનું દર્શાવ્યું છે અન્ય ચેનલોએ કોંગ્રેસને પ૦થી ૮ર સુધીની બેઠકો મળવાની સંભાવના બતાવી છે.

લગભગ તમામ ચેનલના તારણમાં કોંગ્રેસની બેઠકમાં વધારો દર્શાવ્યો છે. ભાજપનો ૧પ૦ બેઠકોનો લક્ષ્યાંક સિદ્ધ થાય તેવું એકપણ એજન્સીનું તારણ નથી.

ઓપીનિયન પોલ અને એકઝીટ પોલ કુલ મતદારોમાંથી અમૂક પ્રમાણમાં મતદારોના મત જાણી તૈયાર કરવામાં આવતો હોય છે. રાજકીય સમીક્ષકોનું કહેવું છે કે તમામ સમાચાર સંસ્થાઓના સર્વેનું તારણ એક સરખુ (ભાજપને ફરી સતા) છે. તેથી તેને નજર અંદાજ ન કરી શકાય પણ આવા સર્વે સર્વને સ્વીકૃત છે તેવું પણ માની ન શકાય. ભૂતકાળમાં રાજકીય પોલના તારણો સત્ય, સત્યથી નજીક, અસત્ય અથવા અર્ધસત્ય સાબિત થયાના અનેક દાખલા છે. લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે. પ્રજા ધાર્યા કે અણધાર્યા પરિણામો આપી શકે છે. મતદાન પુરૂ થયાના આજે બીજા દિવસે ભાજપ એકઝીટ પોલના તારણ કરતા વધુ બેઠકો સાથે સતા મેળવવા આશાવાદી છે જયારે કોંગ્રેસને સ્પષ્ટ પરિવર્તન દેખાય છે. કોંગ્રેસ આજના દિવસે પણ ૯પ થી ૧૧પ બેઠકો સાથે સતાના સુકાન સંભાળવા થનગની રહી છે.

એક નઝર ઇધર ભી

પત્ની :  લગ્ન પહેલા તમે મને ફરવા લઇ જતા  હતા. હવે કેમ બધુ ભૂલી ગયા ?

પતિ :  ચૂંટણી પૂરી થઇ ગયા પછી કદી પ્રચાર કરવાનો હોય ? 

(3:44 pm IST)