Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દાહોદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ : વીજળી પડતાં ગાય અને ભેંસનું મોત : એક મહિલા ઘાયલ

દાહોદમાં સિંગવડ તથા ધામણ ગામે અને ધામણબારી ગામે વૃક્ષ પર વીજળી પડી

દાહોદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દિવસભર ગરમી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનદનો માહોલ છે.

 દાહોદમાં સિંગવડ તથા ધામણ ગામે વીજળી પડી હતી. ધામણબારી ગામે વૃક્ષ પર વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે ગાય-ભેંસનું મૃત્યું થયું હતું. જ્યારે એક મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

(11:13 pm IST)