Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પેથાપુરના પાલ્યા વિસ્તારમાં માર્ગ તૂટી જવાના કારણોસર પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી

ગાંધીનગર: શહેરમાં સમાવિષ્ટ પેથાપુર ગામમાં જરૃરી પ્રાથમિક સુવિધાઓ તંત્ર દ્વારા ઉભી કરવામાં આળસ દાખવવામાં આવતી હોય તે પ્રકારે કામગીરી નહીં કરાતાં અવાર નવાર વિવિધ સમસ્યાઓનો સામનો ગ્રામજનો કરવો પડી રહ્યો છે. ગામના પાલ્યા વિસ્તારમાં આવેલા મંદિર સુધીનો માર્ગ બિસ્માર બની જવાથી પાણી ભરાતું હોય છે. જેના પગલે અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો પીવાના પાણીની ટાંકી પાછળ જે લાઇન પસાર થઇ રહી છે. તે લીકેજ હોવાથી ગટરનું ગંદુ પાણી ભળું જવાની સંભાવના પણ સેવાઇ રહી છે. ત્યારે આપના ગ્રામજનો અને સ્થાનિકની રજુઆતોને ધ્યાને લઇને આપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઇ હતી કેલીકેજ પાઇપલાઇનનું કામ સત્વરે નહીં કરાવાય તો રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે. બીજી તરફ રાધે બંગ્લોઝમાં જે ગટર લાઇન પસાર થઇ રહી છે તે તુટી જવાથી દુર્ગંધ યુક્ત પાણી વહેતું હોવાથી સ્થાનિકો ત્રસ્ત થઇ ગયાં છે. ગંદા પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાની સાથે સાથે ગંદકીમાં વધારો થઇ રહ્યો છે અને દુર્ગંધ યુક્ત વાતાવરણનો સામનો કરવાની નોબત આવી છે. આ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ કરાઇ છે.

(5:08 pm IST)