Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓને આકર્ષવાસુવિધામાં વધારોઃ રૂા. ર૬૮પ કરોડનો ખર્ચ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪ : સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા અંગે ધારાસભ્‍ય ભગવાનજીભાઇ કરમટીયાએ પૂછેલ સવાલના જવાબમાં પ્રવાસન મંત્રીએ માહિતી આપી હતી.

તા. ૩૧/૧ર/ર૦રર ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં સાસણ ખાતે સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે સુવિધા  વધારવા સરકાર દ્વારા હાથ ધરેલ કામગીરીની ઝલક નીચે મુજબ છ.ે

પ્રવેશ દ્વાર-ર (સિંહ સદન રિસેપ્‍શન, સેન્‍ટર, ઓરિએન્‍ટેશન સેન્‍ટર, ઇન્‍ફોર્મશેન સેન્‍ટર, સોવેનિયર શોપ, હેન્‍ગઆઉટ એરીયા, પ્‍લે એરીયા વી.આ.પી.પાર્કિંગ ઓપન લાયબ્રેરી, સ્‍ટાફ અને વિદ્યાર્થીઓ માટે ટેન્‍ક ટ્રેનીંગ સેન્‍ટરની રી-ડીઝાઇન, કીચન અને ડાઇનીંગ એરીયા, પાઠશાળા, એમ્‍ફીથીયેટર તેમજ ટ્રેલરનું રીનોવેશન, ટોયલેટ બ્‍લોક  દેવળીયા સફારી પાર્ક અને સનસેટ પોઇન્‍ટના વિકાસ માટેની કામગીરી દેવળિયા સફારી પાર્કફ એન્‍ટ્રીગ્રેટની રી-ડીઝાઇન ઇન્‍ટરપ્રીટેશન સેન્‍ટર અને ટિીકીટ બુકીંગ ઓફીસ કેન્‍ટીન ફુટ કોર્ટ અને સોવેનીયર શોપ વોચ ટાવર પાર્કિંગ સીટીંગ એરેન્‍જમેન્‍ટ પાથ વે તેમજ  ટોયલેટ બ્‍લોક, સનસેટ પોઇન્‍ટ ભાલ છેલ હીલ, એમ્‍ફીથીયેટર, ફુડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ આયોજન પાછળ કુલ રૂા. ર૬૮પ.૮પ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે.

(4:25 pm IST)