Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ધો. ૧૦માં પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતીનું સહેલુ

નિબંધમાં ગામડુ બોલે છે, મોબાઈલના લાભાલાભ તો લેખનમાં પ્‍લાસ્‍ટિક મુકત ભારત, વિચાર વિસ્‍તાર અને વ્‍યાકરણ પણ સરળ પૂછાયા : પહેલા પેપરથી જ પરીક્ષા કેન્‍દ્રમાંથી આનંદ સાથે બહાર નીકળતા પરીક્ષાર્થીઓનો ઉત્‍સાહમાં વધારો

રાજકોટ, તા. ૧૪ : ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજયના ૧૬ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધો.૧૦માં આજે પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતીનું સહેલુ નીકળતા વિદ્યાર્થીઓનો આત્‍મવિશ્વાસ વધ્‍યો છે.

ધો.૧૦ના ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર પરીક્ષાર્થીઓના હાથમાં આવતાની સાથે જ શાંતચિતે ઉત્તરો આલેખવા લાગ્‍યા હતા. ધો.૧૦નું પ્રશ્નપત્ર એકંદરે સહેલુ અને સરળ નીકળ્‍યુ હતું. મોટાભાગના પ્રશ્નો પાઠય પુસ્‍તકના આધારે રહ્યા હતા. ગ્રામર પણ સહેલુ રહ્યુ હતું.

લેખન - અહેવાલમાં ૪ ગુણનો પ્રશ્ન પ્‍લાસ્‍ટીક મુકત ભારત તો વિચાર વિસ્‍તારમાં આજે કરીશુ-કાલે કરીશુ વિચાર સંબંધેનો પ્રશ્ન પૂછાયો હતો તેમજ પરસેવાને પ્રબળ રસાયણ થઈને રેલાવવુ પડશે, જયારે ૮ ગુણનો નિબંધમાં ગામડુ બોલે છે, મોબાઈલના લાભાલાભ અને એક બાળ એક ઝાડનો પ્રશ્ન પૂછાયો હતો.

પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્‍દ્રની બહાર નીકળતા ખૂબ આનંદમાં જોવા મળ્‍યા હતા. આત્‍મવિશ્વાસમાં વધારો થયો છે.

(3:58 pm IST)