Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ધો.૧૦-૧૨ ના પરીક્ષાર્થીઓને સફળતા માટે શુભેચ્‍છા પાઠવતા ભુપેન્‍દ્રભાઇ પટેલ

તણાવમુકત રહી ધ્‍યેય પ્રાપ્તી માટે મહેનત કરશો તો સફળતા અચુક મળશેઃ ટવીટ કરી શુભેચ્‍છા

ગાંધીનગર, તા., ૧૪: ગુજરાત માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શિક્ષણ બોર્ડ દ્વારા  આજથી ધો.૧૦-૧રની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ટવીટ કરી પરીક્ષાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે શુભેચ્‍છા પાઠવી છે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ટવીટ કરતા જણાવ્‍યું કે ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧ર ની પરીક્ષામાં સફળતા માટે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવું છું. જીવનનો આ એક મહત્‍વનો પડાવ છે અને આગળ પણ આવા અનેક પડાવ આવવાના બાકી છે. આપ સૌ લક્ષ્ય નિર્ધારીત કરીને તણાવમુકત રહી ધ્‍યેય પ્રાપ્તી માટે મહેનત કરશો તો સફળતા અચુક મળશે

(3:53 pm IST)