Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

ખેડા જિલ્લામાં શ્વાનને રોટલી આપવા જવું મહિલાને ભારે પડ્યું:કારચાલકે હડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત

નડિયાદ : ખેડા જિલ્લામાં નડિયાદ ચકલાસી ભાગોળ, ગોકળ પુરા પાટીયા, સણસોલી તેમજ મોદજ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. અકસ્માતના આ બનાવો અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ટક્કર મારનાર વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

નડિયાદ ચકલાસી ભાગોળ રહેતા હંસાબેન દીક્ષિત ભાઈ તળપદા તા. ૬/૩/૨૨ ની સાંજે ઘર સામે કુતરાને ખાવા નાખવા જવા રોડ ક્રોસ કરતા હતા ત્યારે ડાકોર તરફથી પૂરઝડપે આવેલી એક કારનો ચાલક મહિલાને ટક્કર મારી નાસી ગયો હતો. કારની ટક્કર લાગતા હંસાબેન તળપદા અને માથામાં તેમજ શરીરે ઇજા થઇ હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત નો બીજો બનાવ પીપળાતા ગોકુળ પુરા પાટીયા નજીક સર્જાયો હતો. જેમાં પીપળાતા ગોકુળપુરા માં રહેતા અશોકભાઈ અંબાલાલ પરમાર સાયકલ લઈને ખેતરમાંથી આવતા હતા ત્યારે ગોકળપુરા પ્રાથમિક શાળા નજીક નડિયાદ તરફથી પૂર ઝડપે આવેલી મોટરસાયકલ ધડાકાભેર સાયકલ સાથે અથડાતા સાયકલ લોચો વળી ગયો હતો. જ્યારે સાયકલ ચાલક અશોકભાઈ પરમારને ઇજા થતાં રામોલ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી હતી.  આ બનાવ અંગે ગોતાભાઈ બબુભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે વિજય કાંતિભાઈ સોલંકી (રહે. બામરોલી) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:03 pm IST)