Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

ગિરમાં કુલ ૩૪પ સિંહોનો વસવાટ

છેલ્લા બે વર્ષમાં અકસ્‍માતથી ૩ અને કુદરતી રીતે ૭ર સિંહો મરણને શરણઃ ખુલ્લા કુવાઓ ફરતી દીવાલ બનાવવા સહિતના પગલાઃ સાસણમાં આધુનિક દેખરેખ યુનિટ

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪: ગીર અભ્‍યારણ અને નેશનલ પાર્કમાં પેરાપેટ વિનાના કુવાઓ અંગે કોંગ્રેસના પુંજાભાઇ વંશના પ્રશ્‍નના ઉત્તરમાં વન મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧/૧ર/ર૧મ ની સ્‍થિતિએ ગીર અભ્‍યારણ અને નેશનલ પાર્કમાં વસતા સિંહ તથા રક્ષિત વન્‍ય પ્રાણીઓ પેરાપેટ વિનાના ખુલ્લા કુવામાં પડીને ઇજા અને મૃત્‍યુ પામે છે  આ હકીકત સાચી છે.

ઉકત સ્‍થિતિએ ગીર અભ્‍યાસરણ અને નેશનલ પાર્ક નજીક અંદાજિત ૪૩૭૬ ખુલ્લા કુવાઓ આપેલ છે. સરકાર આ ખુલ્લા કુવાઓ પેરાપેટ  બીંબથી સુરક્ષિત કરવાનું આયોજન છે. આ બાબત જેટની ઉપલબ્‍ધતામાં આ કામગીરી સતત ચાલુ છે.

ગીર અભિયારણમાં સિંહોના થયેલા મૃત્‍યુ અંગે કોંગ્રેસના પરેશ ધાનાણીના પ્રશ્‍નોના ઉત્તરમાં વન મંત્રીએ જણાવ્‍યું હતું કે તા. ૩૧-૧ર-ર૧ની સ્‍થિતિએ ગીર અભ્‍યારણમાં કુલ વસ્‍તી ૩૪પ છે.

સિંહોની કુલ વસ્‍તીમાં ૯૬ નર, ૧૬૬ માદા, બચ્‍ચા ૭પ, વણ ઓળખાયેલ ૮, આમ કુલ ૩૪પની વસ્‍તી છે.

છેલ્લા બે વર્ષમાં અકસ્‍માતથી ૩, કુદરતી મૃત્‍યુ ૭ર એકંદરે કુલ ૭પ મૃત્‍યુ થયા છે. આ સિંહોના શિકાર અને અપમૃત્‍યુના બનાવો અટકાવવા સરકારે અનેક પગલાઓ ભર્યા છે.

સિંહોના શિકાર અને અપમૃત્‍યુના બનાવો અટકાવવા માટે નીચે વિગતે પગલાં લેવામાં આવેલ છે.

સિંહ તથા અન્‍ય પ્રાણીઓને બિમારી અકસ્‍માત વખતે તાત્‍કાલીક સારવાર માટે વેટરનરી ઓફીસરની નિમણુંક, લાયન એમ્‍બ્‍યુલન્‍સ, વન્‍યપ્રાણી સારવાર કેન્‍દ્રો કાર્યરત.

અભયારણ્‍ય વિસ્‍તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્‍પીડ બ્રેકરો અને સાઇન બોર્ડ મુકવામાં આવેલ છે.

સિંહ તથા અન્‍ય વન્‍યપ્રાણીની હત્‍યા અટકાવવા ક્ષેત્રિય સ્‍ટાફ દ્વારા સતત ફેરણા અને નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે તથા સ્‍ટાફને વાહન, હથિયાર, વોકીટોકી વિગેરે ફાળવવામાં આવેલ છે.

અસુરક્ષિત ખુલ્લા કુવાઓને પેરાપીટ વોલ બાંધી સુરક્ષિત કરવામાં આવે છે.

સિંહોને રેડિયો કોલરીંગ કરવામાં આવેલ છે.

ચેકીંગનાકા પર સી.સી.ટી.વી. કેમેરા મૂકવામાં આવે છે તથા સાસણ ખાતે હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્‍થાપના કરવામાં આવેલ છે.

 રાજુલા-પીપાવાવ રેલ્‍વે ટ્રેકની આજુ-બાજુ ચેઇનલીંક ફેન્‍સીંગ કરવામાં આવેલ છે. (૭.૪૧)

 

વિધાનસભામાં સિંહો છવાયાઃ એક જ વિષયના ૯ પ્રશ્‍નો

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪: આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્‍નોતરીકાળ દરમ્‍યાન ગીર અભ્‍યારણમાં સિંહોના મૃત્‍યુ અંગે ૯ જેટલા પ્રશ્‍નો જુદા જુદા સભ્‍યો દ્વારા પ્રશ્‍નો પૂછવામાં આવ્‍યા હતા. આમ આજની પ્રશ્‍નોતરીમાં સિંહોના મૃત્‍યુ અંગેની બાબત છવાયેલી રહી. (૭.૪૩)

(4:06 pm IST)