Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

બદલાતી આબોહવાના અભ્‍યાસ માટે એકશન પ્‍લાન કેન્‍દ્રની મંજુરીમાં

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૪ : રાજ્‍યમાં કલાઇમેટ ચેન્‍જના કારણે થયેલ ભૌગોલિક ફેરફારો અંગે જીજ્ઞેશકુમાર મેવાણીના પ્રશ્નના ઉત્તરમાં કલાઇમેટ ચેન્‍જ મંત્રી જગદીશ પંચાલે જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૧ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં સામાન્‍ય રીતે ૩૦ વર્ષ કે તેથી વધુ સમય દરમિયાન વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે ભૌગોલિક પરિસ્‍થિતિઓમાં આવતા બદલાવની અસરોને જ કલાઇમેટ ચેન્‍જ સાથે સાંકળી શકયા છે.

ભારત સરકારની સૂચના મુજબ લાંબાગાળાના કલાઇમેટ ચેન્‍જની અસરોનો અભ્‍યાસ કરી રાજ્‍યની ભૌગોલિક પરિસ્‍થિતિને અનુરૂપ સ્‍ટેટ એકશન પ્‍લાન ઓન કલાઇમેન્‍ટ ચેન્‍જ બનાવવા માટે માર્ગદર્શિકા નિયત કરેલ છે. ગુજરાત આ માર્ગદર્શિકાને અનુરૂપ સ્‍ટેટ એકશન પ્‍લાન ઓમ કલાઇમેટ ચેન્‍જ બનાવીને ભારત સરકારને મંજુરી અર્થે મોકલી આપેલ છે.

(3:41 pm IST)