Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

રાજ્યના બોર્ડ નિગમના નામોની કામગીરી પૂર્ણ: 55થી વધુ નામો નક્કી: ટૂંકસમયમાં થઇ શકે જાહેર

બોર્ડ નિગમમાં વિધાનસભા સત્ર શરુ થતા પહેલા જ નવી નિમણૂક થઇ જશે. પ્રત્યેક જિલ્લા,સાંસદો- ધારાસભ્યો પાસેથી 5-5 નામો મંગાવાયા

અમદાવાદ : ગુજરાતમાં  પ્રધાનમંત્રી મોદીના આગમન બાદ મોટા ભાગના નેતાઓ હવે ચૂંટણી લક્ષી કવાયદ તેજ થઇ રહી હોવાની અટકળો લગાવી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, બોર્ડ નિગમમાં જે પદ ખાલી રહ્યા છે અથવા જે બોર્ડ -નિગમ અધ્યક્ષના ગત મહીને રાજીનામાં લેવાયા છે તે બોર્ડ નિગમમાં વિધાનસભા સત્ર શરુ થતા પહેલા જ નવી નિમણૂક થઇ જશે. પણ એ શક્ય ના બન્યું.જો કે વડાપ્રધાનના આગમન બાદ હવે આ દિશામાં પણ કવાયદ તેજ થઇ ગઈ છે. રાજ્યના મોટા ભાગના બોર્ડ નિગમના નામોની કામગીરી પૂર્ણતાને આરે છે. એવું સમજવામાં આવી રહ્યું છે કે, 55થી વધુ નામો પર  અંતિમ મહોર વાગી ચૂકી છે. અને આગામી દિવસોમાં આ બોડ-નિગમની નિમણૂકનાં નામો જાહેર  થવાની પુરીપુરી સંભાવના જોવાઈ રહી છે. શક્ય છે હોળી-ધૂળેટીના તહેવારો બાદ તુરંત જ નામ જાહેર થઇ શકે. આ માટે પ્રત્યેક જિલ્લા,MP-MLA પાસેથી 5-5 નામો મંગાવાયા છે 

વર્ષોથી ભાજપમાં જોડાયેલા અને સેવા આપતા લોકોનો આ નિમણૂકમાં  સમાવેશ થઈ શકે છે.જેઓએ પક્ષ માટે તન-મન અને ધનથી સમર્પણ ભાવ દાખવ્યો છે તેમાંથી બોડ-નિગમના અધ્યક્ષની વરની થઇ શકે છે . પછી તે કાર્યકર્તા તળ ગ્રામ્ય વિસ્તારનો પણ કેમ ના હોય ? એવું પણ જરૂરી નથી કે બોર્ડ-નિગમના ચેયર મેન લોકપ્રિય ચહેરો હોય, અને બધા તેમને જાણતા પણ હોય. સામાજિક વર્ચસ્વ ધરાવતા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોદ્દોદારોની  વરણી થઇ શકે છે

(12:07 am IST)