Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વડોદરામાં દિલ્હીની યુવતી સાથે હોટલમાં દુષ્કર્મ આચરનાર નરાધમ પિતરાઈ ભાઈને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા: શહેરમાં રહેતા દૂરના પિતરાઇ ભાઇએ  દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં દુષ્કર્મ આચર્યુ હતુ.આ ગુનામાં સંડોવાયેલો પિતરાઇ ભાઇ હજી  પોલીસની પહોંચથી દૂર છે.પોલીસે તેને પકડવા માટે મોબાઇલ નંબરના આધારે તપાસ શરૃ કરી છે.

દિલ્હીમાં રહેતી શિક્ષિત યુવતીએ દિલ્હી પોલીસને ફરિયાદ આપી હતી.પરંતુ બનાવ વડોદરાની હદમાં બન્યો હોવાથી દિલ્હી પોલીસે બળાત્કારની ફરિયાદ વડોદરા પોલીસને ટ્રાન્સફર કરી હતી.દિલ્હીની યુવતીના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા.સપ્ટેમ્બર-૨૦૨૦માં યુવતી જ્યારે પોતાના  સબંધીના ઘરે વડોદરા આવી ત્યારે દૂરનો પિતરાઇ ભાઇ અનિલ તેને રાહી નામની હોટલમાં લઇ ગયો હતો.યુવતીને  હોટલની રૃમમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા પછી પિતરાઇ ભાઇએ જ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું.યુવતી જ્યારે જાગી ત્યારે તે નિર્વસ્ત્ર હતી.તે ચીસો પાડીને રડી પડતાં અનિલે તેનુ મોં દબાવી દીધું હતું અને કહ્યું હતું કે,તું તારા પતિને છૂટાછેડા આપી દે.હું તારી સાથે લગ્ન કરીશ.પરંતુ,યુવતીએ છૂટાછેડા લઇ લીધા પછી અનિલ લગ્ન કરવાનું કહીને ફરી ગયો હતો.

(5:55 pm IST)