Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજપીપળા નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગેર કાયદેસર ઓટલા બનાવનાર દુકાનદારોને આપાઇ નોટિસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહેર માં ગીચ વસ્તી અને વધતા વાહનોમાં મુખ્ય માર્ગો કે માર્કેટમાં પગપાળા જવું પણ કઠિન બન્યું હોય પાલિકા દ્વારા ચારેક દિવસ પર દુકાન બહાર ગેરકાયદેસર પાકા ઓટલા બનાવનાર કેટલાક વેપારીઓના ઓટલા જેસીબી થી તોડી પડાયા હતા અને બાકીના વેપારીઓને બે દિવસમાં ઓટલા તોડવા નોટિસ અપાઈ હોવા છતાં તંત્ર ની નોટિસ ને નહિ ગણકારતા કેટલાક વેપારીઓને આજે પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બે દિવસમાં ગેરકાયદેસર બાંધેલા પાકા ઓટલા તોડવા અલ્તિમેટમ આપ્યું છે
નોટીસમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમારા મકાન / દુકાન આગલ ફીક્સ કરેલ પાટ અને પગથીયા દીન -૨માં દૂર કરવામા નહી આવે તો નગરપાલિક તમારા ખર્ચે અને જોખમે દુર કરશે અને આ અંગે થતો ખર્ચ રેવન્યુ રાહે આપની પાસેથી વસુલ કરવામાં આવશે જેની નોંધ લેવા મુખ્ય અધિકારીએ તાકીદ કરી છે.
આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ જણાવ્યું કે થોડા દિવસ પહેલા અમે નોટિસ આપી જેમાં બે દિવસ નો સમય આપ્યો હતો પરંતુ ગેરકાયદેસર ઓટલા દૂર કરવા કોઈ વેપારી એ પહેલ કરી ન હોવાથી આજે અમે પોલીસ બંદોબસ્ત સાથે ફરી તાકીદ કરી અને હજુ વધારા નાં બીજા બે દિવસનો સમય આપ્યો છે છતાં જો આ બાબતને ગંભીરતા થી નહિ લેવાઈ તો અમે નિયમ મુજબ ઓટલા દૂર કરી જેતે માલિક પાસે ખર્ચના રૂપિયા વસૂલ કરીશું.

(10:19 pm IST)