Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સુરત:ભીમ અગિયારસે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે જુદી જુદી જગ્યાએ ઓચિંતાના દરોડા પાડી બે મહિલા સહીત 254 લોકોને ઝડપી પાડયા

સુરત: ભીમ અગિયારસે સૌરાષ્ટ્રવાસીઓમાં જુગાર રમવાની પરંપરા અંતર્ગત શહેરમાં અનેક ઠેકાણે જુગારની મહેફિલ જામી હતી. પરંતુ તે પૈકી સૌરાષ્ટ્રવાસીઓના બહુમત રહેણાંક વિસ્તાર એવા અમરોલી, કાપોદ્રા, કતારગામ, પુણા, સરથાણા, સિંગણપોર, વરાછા અને ચોકબજાર વિસ્તારમાં 40 ઠેકાણે દરોડા પાડી બે મહિલા સહિત 254 જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ. 18.78 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. ભીમ અગિયારસના દિવસે સૌરાષ્ટ્રવાસીઓમાં જુગાર રમવાની પરંપરા છે અને પુરૂષો તો ઠીક પરંતુ મહિલાઓ પણ જુગાર રમે છે. જેને પગલે ગત રોજ ભીમ અગિયારસે શહેરમાં સૌરાષ્ટ્રવાસીઓના બહુમત રહેણાંક વિસ્તારમાં જામેલી જુગારની મહેફિલની રંગમાં પોલીસે ભંગ પાડયો હતો. જેમાં અમરોલી પોલીસે 2 ઠેકાણે દરોડા પાડી 6 જુગારીને રૂ. 20,650, કાપોદ્રા પોલીસે 10 ઠેકાણેથી 66 જુગારીને રૂ. 3.87 લાખ, કતારગામ પોલીસે 5 ઠેકાણેથી બે મહિલા સહિત 30 જુગારીને રૂ. 2.64 લાખ, પુણા પોલીસે 5 ઠેકાણેથી 35 જુગારીને રૂ. 2.38 લાખ, સરથાણા પોલીસે 6 ઠેકાણેથી 35 જુગારીને રૂ. 2.67 લાખ, સિંગણપોર પોલીસે 3 ઠેકાણેથી 18 જુગારીને રૂ. 1.01 લાખ, વરાછા પોલીસે 7 ઠેકાણેથી 48 જુગારીને રૂ. 4.17 લાખ અને ચોકબજાર પોલીસે 2 ઠેકાણેથી 16 જુગારીને ઝડપી પાડી રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(6:11 pm IST)