Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગુજરાત સહિત ભારતમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓની ભરમાર : જલ્‍દી અરજી કરો

દોડો...દોડો.. : બોર્ડર સીકયોરીટી ફોર્સ, રીસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ, યુનિવર્સિટી, આઇ.આઇ.એમ., રેલ એન્‍ડ રોપવે કોર્પોરેશન, આઇ.આઇ.ટી., મેડીકલ-હેલ્‍થ, મેરીટાઇમ હેરીટેજ વિગેરેમાં રોજગારીની તક : સરકારી ભરતીઓની તૈયાર કરવા માટે સ્‍પીપામાં પ્રવેશ મેળવો

રાજકોટ તા.૧૩ : જ્ઞાન, માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્‍ટ ફોરવર્ડ યુગમાં સત્તા સાથે સેવા કરવાનો અને સન્‍માન મેળવવવાનો મોકો આપતી નોકરી મેળવવા માટે આજનું યુવાધન સતત તલપાપડ હોય છે. ઉચ્‍ચ શિક્ષણ સાથેનું ઉજ્જવળ ભવિષ્‍ય આપતી વિવિધ ભરતીઓ હાલમાં ચાલી રહી છે. ગુજરાત અને સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે ચાલતી સરકારી -અર્ધસરકારી-સહકારી અથવા તો ખાનગી ક્ષેત્રે ચાલતી ભરતીઓ ઉપર એક નજર કરીએ.

 બોર્ડર સિકયોરીટી ફોર્સ (BSF) માં વોટર વિંગ રીક્રુટમેન્‍ટ ર૦રર સંદર્ભે ર૮૧ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ ર૮/૬/ર૦રર છે. અરજી કરવા માટે છેલ્લી અરજી તારીખની રાહ જોયા વગર વહેલાસર અરજી કરવી હિતાવહ છે. ઘણી વખત છેલ્લા દિવસોમાં ટેકનિકલ એરર પણ આવી શકે છે ઓન-લાઇન અરજી કરવાની છે.Rectt.bsf.gov.in દેશમાં કોઇપણ જગ્‍યાએ પોસ્‍ટીંગ મળી શકે છ.ે

અલગ-અલગ પોસ્‍ટ મુજબ સરકારના નિયમ પ્રમાણે પગાર ધોરણ મળવાપાત્ર થશે. કુલ ર૮૧ જગ્‍યાઓમાં સિનિયર ઇન્‍સ્‍પેકટર-એસ.આઇ.(માસ્‍ટર), એસ. આઇ. (એન્‍જીન ડ્રાઇવર), એસ.આઇ.(વર્કશોપ), હેડ કોન્‍સ્‍ટેબલ-એચ.સી.(માસ્‍ટર) એચ.સી.(એન્‍જીન), એચ.સી.(વર્કશોપ), કોન્‍સ્‍ટેબલ (ક્રુ.) વિગેરેનો સમાવેશ થાય છે. ફીની વિગતો, વિવિધ જગ્‍યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને ઉમર મર્યાદા સહિતની તમામ વિગતો વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.

 પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી દ્વારા ૧૯/૬/ર૦રર ની છેલ્લી અરજી તારીખ સાથે પી.એચ.પી.પ્રોગામર્સ સંદર્ભે વિવિધ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહે છ.ે ગ્રેજ્‍યુએશન કરનાર ઉમેદવારો અરજીપાત્ર છ.ે ડોટ નેટ પ્રોગ્રામર સંદર્ભે પણ વિવિધ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

Maru guijarat 2022 bharti  અથવા ojas gujarat jobs ગુગલ ઉપર સર્ચ કરીને વધુ વિગતો મેળવી શકયા છે.

 DMAPR  રીક્રુટમેન્‍ટ ર૦રર અંતર્ગત ૩૦/૬/ર૦રર ની છેલ્લી અરજી તારીખ સાથે લોઅર ડીવીઝન કલાર્કની ભરતી પ્રક્રિયા ચાલી રહી છ.ે મારૂ ગુજરાત-ઓજસ ગુજરાત વેબસાઇટ ઉપર વિગતો જોઇ શકાય છ.ે

 ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેનેજમેન્‍ટ (IIM) અમદાવાદ દ્વારા રર/૬/ર૦રર ની છેલ્લી અરજી તારીખ સાથે બિઝનેસ એનાલીસ્‍ટ તથા એકેડેમિક એસોસીએટ સંદર્ભે વિવિધ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે બી.બી.એ., બી. કોમ.,બી.ટેક/બી.ઇ., સી. એ., એમ.બી.એ./પી. જી.ડી.એમ., એમ. એ., એમ.ફીલ./પી. એચ. ડી. ડીગ્રી ધારકો આ ભરતી પ્રક્રિયા સંદર્ભે આગળ વધી શકે છ.ે

iim ahmedabad recruit ment 2022

 ઇન્‍ડિયન પોર્ટ રેલ એન્‍ડ રોપવે કોર્પોરેશન લી.(IPRCL) દ્વારા ર૪/૬/ર૦રર ની છેલ્લી અરજી તારીખ સાથેજનરલ મેનેજર, મેનેજર વિગેરેની જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે બી.આર્ક, બી.ટેક./બી.ઇ., સી.એ.એમ.ઇ./એમ.ટેક., એમ.બી.એ./પીજી.ડી.એલ. કે પછી એમ.પ્‍લાન ડીગ્રી ધારકો અરજી કરી શકે છે. IPRCL ની વેબસાઇટ જોઇ શકાય છે.

 સેન્‍ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત રીક્રુટમેન્‍ટ ર૦રર સંદર્ભે એમ.એ.ડીગ્રી ધારકો માટે ર૪/૬/ર૦રર ની છેલ્લી અરજી તારીખ સાથે રીસર્ચ આસીસ્‍ટન્‍ટસની વિવિધ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છ.ે

central university of gujarat recruitment

 SMC રીક્રુટેમન્‍ટ ર૦રર અંતર્ગત  ૧૬/૬/ર૦રર ની છેલલી અરજી તારીખ સાથે ડેપ્‍યુટી હેલ્‍થ ઓફીસર, મેડીકલ સુપ્રિટેન્‍ડેન્‍ટ સહિતની વિવિધ ૮૩ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. smc health officers jobs

 નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્‍પ્‍લેક્ષ, રીક્રુટમેન્‍ટ ર૦રર અંતર્ગત ર૪/૬/રર ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજર જનરલ મેનેજર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છ.ે nmhc recruitment 2022

 IIT  ગાંધીનગર દ્વારા ર૬/૬/ર૦રર ની છેલ્લી અરજી તારીખ સાથે એમ.લીબ.ડીગ્રી ધારકો માટે લાયબ્રેરી પ્રોફેશનલ ટ્રેઇનીની ભરતી ચાલી રહી છે.

iit gandhinagar recruitment

 વિવિધ સરકારી ભરતીઓની સઘન તૈયારી કરાવતા સંસ્‍થા સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્‍થા (સ્‍પીપા) માં IAS,AFS,IPS તેમજ અન્‍ય કેન્‍દ્રીય સેવાઓની ‘A' ગ્રુપની સેવાઓ (ભરતી) માટે ૪ થી ૬ મહિના સુધી તૈયારી કરાવવામાં આવે છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪/૭/ર૦રર છે. ગ્રેજયુએટ થયેલા કેગ્રેજયુએશનના છેલ્લા વર્ષમાં અભ્‍યાસ કરતા ઉમેદવારો અરજી પાત્ર છે

 સરદાર પટેલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇકોનોમિક એન્‍ડ સોશ્‍યલ રીસર્ચ અમદાવાદ દ્વારા રપ/૬/ર૦રર ની છેલ્લી અરજી તારીખ સાથે રીસર્ચ સ્‍ટાફની ભરતી ચાલી રહી છેે.

સોનેરી ભવિષ્‍ય આપતી ઘણી બધી આકર્ષક નોકરીઓ હાલમાં ઉપલબ્‍ધ છે. ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્‍વપ્રયત્‍ન, આત્‍મ-વિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના અને ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે સૌને ઓલ ધ બેસ્‍ટ.

(કોઇપણ જગ્‍યાએ નોકરી માટેની અરજીકરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્‍ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી અપડેટ થયેલી લેટેસ્‍ટ ઇન્‍ફર્મેશન મળી શકે)

(3:52 pm IST)