News of Saturday, 13th January 2018

'ગુજરાતના દરિયાકિનારે મંડરાઇ શકે છે સુનામીનો ખતરો'

૧૯૪૫માં આવેલી સુનામીને કારણે કચ્છ સહિત પશ્ચિમ ભારતના દરિયા : કિનારાના વિસ્તાર અને ઇરાન, ઓમાનમાં જાનમાલનું ઘણું નુકસાન થયું હતું

નવી દિલ્હી તા. ૧૩ : ભારતના દરેક રાજયોમાં સૌથી મોટી કોસ્ટલાઈન એટલે કે દરિયાકિનારો ગુજરાત પાસે છે. આ માટે જ ગુજરાતે સુનામી જેવી કુદરતી આફત માટે કાયમ તૈયાર રહેવાની જરુર છે. ઉલ્લેખનીય છે કે ૨૮મી નવેમ્બર ૧૯૪૫ના રોજ પાકિસ્તાનના માકરણ કોસ્ટ(બલૂચિસ્તાન)માં ભૂકંપ આવવાને કારણે અરબ સાગરના ઉત્ત્।રભાગમાં અને હિંદ મહાસાગરમાં સુનામી આવી હતી.

સુનામીને કારણે મુંબઈ અને કચ્છમાં અનેક લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. યુનિયન મિનિસ્ટર ઓફ અર્થ સાયન્સ અને પૂર્વ સેક્રેટરી ડોકટર શૈલેષ નાયકે જણાવ્યું કે, ૧૯૪૫માં માકરણમાં આવેલી સુનામીની અસર મુંબઈના દરિયાકિનારા સુધી પહોંચી હતી. નાયકે આગળ જણાવ્યું કે, આવી ઘટનાઓ ૧૦૦ વર્ષમાં એકવાર થાય છે. ગુજરાત સરકારે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવું જોઈએ અને જયારે સુનામીની શકયતા હોય તેવા સમયમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિષે લોકોને જાગૃતિ આપવી જોઈએ.શૈલેષ નાયકના જણાવ્યા અનુસાર, લોકો સરકારની વોર્નિંગ પર વિશ્વાસ નથી કરતા અને લોકો પાસે ઘણી ઓછી માહિતી હોય છે. માટે સરકારે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવાની અત્યંત જરૂર છે. માકરણના દરિયાકિનારે બોયું મુકવામાં આવ્યું છે, જે સુનામી શરૂ થયાની ૬ મિનિટમાં વોર્નિંગ ઈશ્યુ કરશે. સરકારને આ વોર્નિંગને રિસ્પોન્સ આપવામાં ૨ કલાકનો સમય લાગી શકે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૯૪૫માં આવેલી સુનામીને કારણે કચ્છ સહિતના પશ્યિમ ભારતના દરિયાકિનારાના વિસ્તારો અને ઈરાન, ઓમાનમાં જાનમાલનું ઘણું નુકસાન થયુ હતું. સુનામીને કારણે વર્સોવા(અંધેરી), હાજી અલી(મહાલક્ષ્મી), જુહુ(વિલે પાર્લે) અને દાંડા(ખાર) વગેરે કોસ્ટને અસર થઈ હતી. નાયના જણાવ્યા અનુસાર, ૨૦૧૪થી વાવાઝોડાનો ખતરો ચાર વાર મંડરાઈ ચુકયો છે. ઓખી પણ ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચી ગઈ હતી.(૨૧.૧૪)

(11:58 am IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST