Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સાંજે વડોદરામાં ધોધમાર વરસાદ : અનેક સ્થળોએ ગરબાના આયોજનો રદ કરાયા : ખેલૈયાઓમાં નિરાશા

નીચાણવાળા વિસ્તારો તથા અનેક ગરબા ગ્રાઉન્ડ પર પાણીનો ભરવો થયો

વડોદરા શહેરમાં મંગળવારે સાંજે ધોધમાર વરસાદ પડતાં અનેક સ્થળોએ ગરબાના આયોજનોને રદ્દ કરવા પડ્યા હતા.શહેરમાં દિવસ દરમિયાન સામાન્ય વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે 8 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો તથા અનેક ગરબા ગ્રાઉન્ડ પર પાણીનો ભરવો થયો હતો.

જોકે ગરબા શરૂ થવાના સમયે જ વરસાદ વરસતા મોટાભાગના ગરબાના આયોજન રદ કરવાનો વારો આવ્યો હતો. જોકે સાતમા નોરતે વરસાદનું વિધ્ન આવતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી.

(11:56 pm IST)