Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

તારાપુર નજીક ઇસરવાડા ગામે મધ્યરાત્રીએ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં રાહદારીનું ઘટનાસ્થળેજ મોત

તારાપુર : તારાપુર પાસે આવેલા ઇસરવાડા ગામ પાસે વટામણ હાઇવે પર ગત મોડી રાત્રિએ એક અજાણ્યા વાહનની ટક્કરથી એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મરણ પામનાર પાસેથી કોઇ ઓળખ-પુરાવો નહીં મળતા તેની ઓળખ પણ થઇ શકી નથી.

તારાપુર વટામણ હાઈવે પર બેફામ દોડતા વાહનો અવારનવાર અકસ્માત સર્જી રહ્યાં છે. ઈસરવાડા ગામ પાસે ગતરાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે એક અજાણ્યા વાહને ગફલત ભરી રીતે પૂર ઝડપે હંકારી ટક્કર મારતા અજાણ્યા રાહદારીનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું. બનાવ અંગે તારાપુર પોલીસ મથકે જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.  તારાપુર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ૩૫ થી ૪૦ વર્ષના આશરાના અજાણ્યા યુવકને માથાના પાછળના ભાગે તથા દાઢી ઉપર તથા છાતીના ભાગે બંને પગ ઢીચણ પર ઇજા થઇ હતી. આ અજાણ્યા ઇસમે શરીર એ ભૂરા વાદળી કલરનું આખી બાંયનું શર્ટ તથા કાળા કલરનું ઝીણી ચેકસ વાળું પેન્ટ પહેરેલ હતુ. માથે લાંબા વાળ તથા દાઢી વધી ગયેલ હતી. 

(6:07 pm IST)