Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - હરિદ્વાર ખાતે યોજાયેલ અસ્થિ કળશ યાત્રા ખાતે વિશ્વશાંતિ રેલી યોજાઈ.

હરિદ્વાર સમુદ્રની સપાટીથી 3139 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. ગંગોત્રી હિમશિખરથી 253 કિલોમીટરની પહાડોમાં યાત્રા કરી ગંગા નદી હરદ્વાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, આથી જ હરદ્વારને ગંગાદ્વારના નામથી પણ ઓળખવામાં આવે છે. હરદ્વારમાં કુંભનો મેળો પણ યોજાય છે. હરદ્વારનો ઉલ્લેખ પૈરાણિક કથાઓમાં કપિલસ્થાન, ગંગાદ્વાર તેમ જ માયાપુરીના નામે કરવામાં આવ્યો છે.

હરદ્વાર અને હરિદ્વાર

હરદ્વાર ચારધામ યાત્રા માટેનું પણ પ્રવેશદ્વાર છે. આથી શિવના અનુયાયીઓ હરદ્વાર અને વિષ્ણુના અનુયાયીઓ હરિદ્વાર નામથી આ સ્થળનો ઉલ્લેખ કરે છે. હર એટલે શિવ અને હરિ એટલે વિષ્ણુ. મહાભારતના બાણપર્વમાં ધૌમ્ય ઋષિ, રાજા યુધિષ્ઠિરને ભારતનાં તીર્થસ્થળો વિશે કહે એમાં ગંગાદ્વાર અર્થાત હરદ્વાર અને કનખલનાં તીર્થોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજા સાગરના વંશજ રાજાએ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે તપસ્યા કરી તથા માં ગંગાને ધરતી પર લાવવામાં આવી. સ્વર્ગથી ઉતરીને માં ગંગા ભગવાન શિવની જટાથી થઈને રાજા ભગીરથના પાછળ પાછળ ગઈ. જ્યારે રાજા ભગીરથ ગંગા નદીને લઈને હરિદ્વાર પહોંચ્યા તો રાજા સાગરના પૂર્વજોના ભસ્મ થયેલા આવશેષોને ગંગાના સ્પર્શ માત્રથી મોક્ષ પ્રાપ્ત થયો આ સમયથી હરિદ્વારમાં અસ્થિ વિસર્જનની પરંપરા ચાલતી આવે છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવતમાન આચાર્ય પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં હરિદ્વાર ખાતે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અસ્થિ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હરદ્વાર ગંગા નદી હરકી પૌડી ખાતે વિશ્વ શાંતિ યાત્રા યોજાઇ હતી. જેમાં હજારો હરિભક્તોએ રેલીમાં ભાગ લીધો હતો. ઉપરાંત વિશ્વનું સુપ્રસિદ્ધ સ્કોટિશ પાઈપ બેન્ડ લંડન, બોલ્ટન, નાઈરોબી અને ભારતનું સ્કોટિશ પાઈપ બેન્ડ પણ જોડાયું હતું.

(5:59 pm IST)