Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના પાંચ ઉમેદવાર જાહેર

ધારીથી સુરેશ કોટડિયા, અબડાસાથી શાંતિલાલ સંઘાણી, મોરબીથી જયંતિ પટેલ, ગઢડાથી મોહન સોલંકી કરજણથી કિરીટસિંહ જાડેજાને ટિકિટ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસે  તેના પાંચ બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ધારીથી સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. અબડાસાથી શાંતિલાલ સંઘાણીને ટિકિટ આપી છે. મોરબીથી જયંતિ પટેલને ટિકિટ આપી છે. ગઢડાથી મોહન સોલંકીને ટિકિટ આપી છે. કરજણથી કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. આમ કોંગ્રેસે આ બેઠકો પર તેના સંભવિત ઉમેદવારોને જ ટિકિટ આપી છે.

(6:18 pm IST)