Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વડોદરા એસએસજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબોની હડતાલનો અંત

દર્દીઓની હાલાકી દૂર થઇ : લેખીત ખાત્રી આપશે તેવી આશા વ્યકત કરતા જુનિયર તબીબો

વડોદરા,તા. ૧૨: શહેરમાં SSG મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે છેલ્લા ૮ દિવસથી ચાલી રહેલી રેસિડેન્ટ તબીબોની હડતાળનો આખરે અંત આવ્યો છે. SSG મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ સમેટી દર્દીઓને હાશકારો થયો છે. ડોકટરોની વિવિધ માગ સામે સરકારે લેખિત ખાતરી નથી આપી..પરંતુ તબીબોને આશા છે કે સરકાર તેમની માગણીઓ સ્વીકાર્યાની લેખિત ખાતરી આપશે. ડોકટરોનું કહેવું છે કે અન્ય મેડિકલ કોલેજોએ હડતાળ સમેટી લેતા અને દર્દીઓને હાલાકી પડી રહી હોવાના કારણે તેઓએ હડતાળ સમેટી લીધી છે.

SSG મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે હડતાળની વચ્ચે ગઈકાલે ૧૧ ઓગષ્ટે જુનિયર ડોકટરોની હડતાળના આઠમાં દિવસે જુનિયર ડોકટરોની હડતાળનો આંશિક અંત આવ્યો હતો. રાજયના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેલની અપીલને જુનીયર ડોકટરોએ સ્વીકારી હતી. વડોદરાની SSGહોસ્પિટલમાં ગઈકાલથી ઈમરજન્સી, આઇસીયુ ,કોવીડ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. દર્દીઓને હાલાકી ન પડે તેવા હેતુથી જુનિયર ડોકટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે આજથી હડતાળ સંપૂર્ણ રીતે સમેટી લેવામાં આવતા દર્દીઓને મોટી રાહત થઇ છે.

(3:00 pm IST)