Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

દેશભરમાં નેશનલ હાઇવે પર ચોવીસ કલાક ઓકિસજન આપતા વૃક્ષો રોપવા રામભાઇ મોકરીયાનું સૂચન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૨ : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે ગુજરાતમાં યોજાયેલી સાંસદોની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય મંત્રીને એવું સૂચન કર્યું હતું કે કોરોના કાળમાં લોકોને ઓકિસજનની કિંમત સમજાય છે ત્યારે દેશભરમાં નેશનલ હાઇવે બને તેની સાથે ૨૪ કલાક ઓકિસજન આપતાં હોય તેવા વૃક્ષો જેવાકે લીમડો, પીપળો, સેતુર, સરગવો વગેરે વાવવા જોઈએ તે સમયની માંગ છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ આ સુચનને વધાવ્યું હતું. સાંસદ મોકરિયાએ વધુમાં કહ્યું કે બેઠકમાં એ વાત પર પણ ચર્ચા થઈ હતી કે પોરબંદર નેશનલ હાઈવેને હવે પછીના તબકકે ભાણવડ - જામજોધપુર થઈ કાલાવડ પાસે સ્ટેટ હાઇવે સાથે જોડવામાં આવશે.

નેશનલ હાઇવે પોરબંદર પંથકના ખંભાળીયા અડવાણા થઈ પોરબંદર નેશનલ હાઇવે ૨૭ ડી ને જોડશે. નેશનલ હાઇવે ૨૭ રાણાવાવ થઈ ખંભાળીયા થઈ નેશનલ હાઇવે ૫૧ ને જોડાશે.

વધુમાં એવી પણ માહિતી છે કે ગુજરાતમાં કુલ ૭૮૮ કિલોમીટરના નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપી દેવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્ -કચ્છના અમરેલી, ખંભાળીયા,પોરબંદર સહિત જુદાજુદા સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવે સાથે જોડવામાં આવશે.સંસાદ મોકરિયાના સુચનને ગડકરી એ વધાવતાં પોરબંદર સહિત સમગ્ર રાજયના માર્ગ વિકાસ ને બહોળો વેગ મળશે.આ બેઠકમાં કેન્દ્રીય માર્ગ સાથે ગુજરાતના સાંસદોમાં કેબિનેટ મંત્રી પરસોત્ત્।મ રૂપાલા, રમીલા બારા ,દિનેશ અનવડીયા, જુગલ કિશોર લોખંડવાલા, નરહરિ અમીન વગેરે સાંસદો જોડાયા હતા.અને તમામે પણ પોરબંદરના સાંસદ રામભાઈ મોકરિયાએ નેશનલ હાઈવેની બાજુમાં સમગ્ર દેશમાં ૨૪ કલાક ઓકિસજન આપતાં વૃક્ષો વાવવાના વિચારને ઉમળકા પૂર્વક વધાવી લીધો હતો અને તેઓએ પણ કહ્યું હતું કે, પોરબંદરના સંસાદનો આ વિચાર સમગ્ર દેશની સિકલ બદલી દે તેવો અને ઉત્તમ છે.

(12:53 pm IST)