Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શાળાઓમાં પરીક્ષા ચાલી રહી હતી અને વલસાડ નગરપાલિકાની ટીમે નળ કનેકશન કાપી નાખ્યા

કર્મચારીઓએ નળ કનેકશન કાપી નાખતાં ભારે ચકચાર:કેટલીક શાળાઓમાં પ્રિન્સિપાલ સાથે જીભાજોડી થઈ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ શહેરની પાંચ મોટી શાળાઓમાં ફાયર એનઓસી ન મેળવતા વલસાડ નગરપાલિકાની ટીમે શાળામાં જઇને એક બાજુ પરીક્ષા ચાલી રહી હતી અને બીજીબાજુ પાલિકાના કર્મચારીઓએ નળ કનેકશન કાપી નાખતાં ભારે ચકચાર મચી ગઇ હતી જેમાં કેટલીક શાળાઓમાં પ્રિન્સિપાલ સાથે જીભાજોડી થઈ હતી વલસાડ શહેરમાં ફાયર એનઓસીને લઈને વલસાડ નગરપાલિકાની ટીમ એક્શનના મુળમાં છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવતી શાળાઓએ હોસ્પિટલ કે દુકાનો હોય તેઓએ ફાયરના એનઓસી ન મેળવલી હોય તેમની સામે કડક કાર્યવાહી કરી રહી છે અને નળ કનેકશન કાપી રહ્યા છે   

વલસાડ શહેરમાં આવેલી મોટી શાળાઓ વલસાડ જીવીડી સાર્વજનિક હાઈસ્કૂલ . પ્રજ્ઞા પ્રબોધ વિદ્યાલય. મણીબા સાર્વજનિક કન્યા વિદ્યાલય. સેન્ટ જોસેફ ઇ.ટી હાઈસ્કુલ. વલસાડ આવાબાઇ હાઇસ્કુલ આ પાચે શાળાઓમાં સ્કૂલના પ્રિન્સિપાલ ઓએ નગરપાલિકામાંથી ફાયરને એન.ઓ.સી મેળવેલ ના હોય સાથે એનઓસી મેળવવા માટે પાલિકામાં અરજી પણ ન કરેલ હોય જ્યારે આ બાબતે  વલસાડ નગરપાલિકાના સીઓ જેયુ વસાવા અને વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટર મહેશભાઈ ચૌહાણે એમની ટીમ સાથે આજરોજ  શાળામાં જઇને નળ કનેકશન કાપી નાખતાં ભારે ચકચાર મચી ગઇ છે

 વલસાડ આવાબાઇ હાઈસ્કૂલમાં પરીક્ષા ચાલુ હતી અને બીજી બાજુ પાલિકાની ટીમે વિલનની  જેમ એન્ટ્રી પાડીને કનેક્શન કાપી નાખ્યું છે વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલી સેન્ટ જોસેફ ઇ.ટી હાઈસ્કુલ માં પાલિકાની ટીમ નળ કનેકશન કાપવા ગઈ હતી ત્યારે સ્કૂલના આચાર્યએ પાલિકાના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી જ્યારે આ બાબતે વલસાડ નગરપાલિકાના મહિલા સભ્યના પતિએ પણ પાલિકામા વાત થઈ ગઈ છે કનેક્શન ના કાપો કહીને અડચણ ઉભી કરી હતી પણ પાલિકાના એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટર મહેશ ચૌહાણે ઉપરથી ઓડર છે  કહીને કનેક્શન કાપી નાખ્યું હતું

(12:28 pm IST)