Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

નર્મદા LCB ટીમે શહેરાવ ગામની સીમમાંથી વિદેશી દારૂનો રૂપિયા ૨૯,૨૫૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

 (ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા એલસીબી એ 11 ઓગસ્ટની બપોરે નાંદોદ તાલુકાના સાહેરાવ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્શોને ઝડપી પ્રોહીબીસનનો ગુનો દાખલ કર્યો હતો.
  પ્રાપ્ત વિગતો અનુસાર હિમકર સિંહ,પોલીસ અધિક્ષકની સુચનાનાં પગલે એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ શહેરાવ ગામની સીમમાં વિદેશી દારૂ સંતાડેલ હોવાની બાતમીના આધારે શહેરાવ ગામની સીમમાં તપાસ કરતા ત્યાંથી રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ તથા ગજેન્દ્રસિંહ માનસિંહ પરમાર (બંન્ને રહે.શહેરાવ તા.નાંદોદ) ને ઝડપી શહેરાવ સીમમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૮૭ કિ.રૂ .૨૯,૨૦૦ તથા મો.સા.નંગ -૧ કિ.રૂ .૧૦,૦૦૦ તથા મોબાઇલ મળી કુલ્લે કિ.રૂ. ૪૨,૨૬૦ નો મુદ્દામાલ સાથે બન્ને શખ્સોને ઝડપી આ મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા સુનિલભાઇ મુકેશભાઇ તડવી (રહે.ગણસિંડા ) ને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:58 am IST)