Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાષ્ટ્રગાનની પ્રસ્તુતિ દર્શાવતો વીડિયો બનાવી અપલોડ કરો : અમદાવાદ મ્યુનિ, કમિશ્નર મુકેશકુમારનો પરિપત્ર

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત સરકારના પોર્ટલ https://rashtragaan.in/ વીડિયો અપલોડ કરવો પડશે

અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર દ્વારા આજે એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત AMCના ડે. કમિશનર, ખાતાના વડા સહિતના તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાનની પ્રસ્તુતિ દર્શાવતો વીડિયો બનાવી અપલોડ કરવા અપીલ કરાઈ છે. જોકે, આ વીડિયો ક્યાં સુધી અપલોડ કરવાનો રહેશે તે અંગે કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી પણ તા. 15 ઓગસ્ટ સુધીમાં વીડિયો બનાવી અપલોડ કરવામાં આવશે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત સરકારના પોર્ટલ https://rashtragaan.in/ વીડિયો અપલોડ કરવો પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી અન્વયે નાગરિકો રાષ્ટ્રગીતનું ગાન કરે અને તેમનામાં દેશભક્તિની ભાવના વધુ ખીલે તે સારું રાષ્ટ્ગીતના ગાનની પ્રસ્તુતિ દર્શાવતો વ્યક્તિગત કે, સામુહિક વીડિયો બનાવી ભારત સરકારના પોર્ટલ ઉપર મૂકવામાં આવી રહ્યાં છે.

આ અંગે મ્યુનિ. કમિશનર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પરિપત્ર અને આદેશોના સંદર્ભમાં આજે પરિપત્ર કરાયો છે જેમાં AMCના ડે. કમિશનર, ખાતાના વડા સહિતના તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાનની પ્રસ્તુતિ દર્શાવતો વીડિયો બનાવી અપલોડ કરવા અપીલ કરાઈ છે.

જોકે, આ વીડિયો ક્યાં સુધી અપલોડ કરવાનો રહેશે તે અંગે કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી પણ તા. 15 ઓગસ્ટ સુધીમાં વીડિયો બનાવી અપલોડ કરવામાં આવશે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત સરકારના પોર્ટલ https://rashtragaan.in/ વીડિયો અપલોડ કરવો પડશે.

(12:48 am IST)