Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સીઝનનો સૌથી ગરમ દિવસ! રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર :અમદાવાદ સૌથી વધુ ગરમ

અમદાવાદમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયું :વડોદરા 45 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર રહ્યુ :મહેસાણા, હિંમતનગર, ગોધરા, ખેડબ્રહ્મા,ધોળકા અને નડીયાદમાં પણ 45 ડિગ્રી

અમદાવાદ :  રાજ્યમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. જેમાં આજનો દિવસ આ સિઝનનો સૌથી ગરમ દિવસ બની ગયો છે. કારણ કે આજે રાજ્યનાં મોટાભાગના શહેરોનું તાપમાન 42 ડીગ્રીને પાર કરી ચૂક્યુ છે. એક ખાનગી વેબસાઈટ મુજબ અમદાવાદમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરા 45 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર રહ્યુ છે. હવામાન વિભાગે પણ ઓરેન્જ એલર્ટ આપ્યુ હતું.એક્યુવેધર મુજબ રાજ્યના અનેક શહેરમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયુ છે.

મોટા ભાગના શહેરમાં કાળઝાળ ગરમી સાથે ગરમ પવનો ફૂંકાતા સૌ કોઇ ત્રાહિમામ પોકારી ગયા છે. જો રાજ્યના અન્ય શહેરોમાં મહેસાણા, હિંમતનગર, ગોધરા અને ખેડબ્રહ્મામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ધોળકા અને નડીયાદમાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું.

(11:12 pm IST)