Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

12 વર્ષથી રાજપીપળા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા શખ્સને ઝડપી પાડતી જિલ્લા,LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપલા: પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક  નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના અનુસંધાને ડેડીયાપાડા પો.સ્ટે.પ્રોહી એક્ટ તથા રાજપીપલા પો.સ્ટે. પ્રોહી એક્ટના ગુનાના કામે છેલ્લા ૧૨ વર્ષથી પ્રોહી.ના ગુનાના કામે નાસતો ફરતો આરોપી ગુલાબ દેવીદાસ શીંદે(રહે . કવાઠી , કસુમ્બા તા.જી. ધુલીયા ( મહારાષ્ટ્ર )નાનો ગુનાના કામે નાસતો ફરતો હોય જેને એ.એમ.પટેલ,પો.ઇન્સ,એલ.સી.બી.નાઓને ટેક્નીકલ તેમજ ખાનગી બાતમીદાર મારફતે બાતમી મેળતા એલ.સી.બી. ટીમને સદર આરોપીને અટક કરવા ધુલીયા ખાતે મોકલી આરોપીને ઝડપી પાડી રાજપીપલા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

(10:18 pm IST)