Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં બહારથી ગાંજો લાવી મકાનમાં વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી એક શખ્સને ઝડપી પાડયો

વડોદરા: જિલ્લાના વાઘોડિયા નગરમાં મિમપાર્ક ખાતે રહેતો રમેશ ચન્દ્રસિંહ ચૌહાણ પોતાના મકાનમાં બહારથી ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસની એસઓજી શાખાએ દરોડો પાડતાં રમેશ ઉપરાંત ગાંજાનો જથ્થો લેવા આવનાર દિનેશ રામપ્રસાદ શ્રીવાસને ઝડપી પાડ્યો હતો. 

મૂળ ઉત્તરપ્રદેશનો વતની વાઘોડિયા જીઆઈડીસીમાં કામ કરે છે અને ત્યાંજ રહે છે. પોલીસે 3 કિલો અને 153 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. જીઆઇડીસીમાં કામ કરતા પરપ્રાતિયો ગાંજાના ગ્રાહકો હોવાની વિગતો બહાર આવી છે.

(6:48 pm IST)