Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સુરતમાં સાડી-ડ્રેસ મટિરિયલ્સની પેઢી પાસેથી ઉધાર માલ ખરીદી 37.35 લાખની ઠગાઇમાં કોલકાતાના આરોપીના આગોતરા જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત: શહેરમાં સાડી-ડ્રેસ મટીરીયલ્સની પેઢી પાસેથી ઉધાર માલ ખરીદીને પેમેન્ટ નહી ંચુકવીને કુલ રૃ.37.35લાખની ઠગાઇમાં કોલકોત્તાના આરોપી વેપારીના આગોતરા જામીન એડીશ્નલ સેશન્સ જજ અમીતાબેન વૈષ્ણવે નકારી કાઢી છે.

રીંગરોડ સ્થિત ક્રિષ્ના ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી સાહિબા પ્રા.લિ. પેઢીના સંચાલકોના ફરિયાદી પાવરદાર પાસે આરોપી વેપારી અલોક ઝંવર તથા તેના પિતા કાંતિલાલ ઝંવરે વર્ષ-2019 માં વારાણસી ખાતેથી રૃા.30.87 લાખનો માલ ખરીદી છ મહિનામાં પેમેન્ટની બાંહેધરી આપી હતી.  દરમિયાન પેઢીના સંચાલક મહેન્દ્રસિંહ સલુજાએ આરોપી અલોક ઝંવરનો જાન્યુ-2022માં પેમેન્ટ માટે સંપર્ક કરતા ગાળચલોચ કરીને ફરી વારાસણી આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તદુપરાંત સહ આરોપી હિતેશ ઓમપ્રકાશ ચૌધરી (રે.નારાયણ પ્રસાદ બાબુલેન,કોલકોત્તા વેસ્ટ બેંગાલ)એ પણ ફરિયાદી પાસેથી ઓગષ્ટ-2018થી નવેમ્બર-2018 દરમિયાન કુલ રૃ.6.88 લાખનો માલ મંગાવ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યું નહોતું. જેથી સલાબતપુરા પોલીસમા ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા કોલકોત્તાના વેપારી હિતેશ ચૌધરીએ આગોતરા જામીન માંગતા તેના વિરોધમાં એપીપી નિલેશ ગોળવાલાએ જણાવ્યું કે, પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ છે. આરોપી પરપ્રાંતીય હોઈ આગોતરા જામીન આપવાથી ટ્રાયલમાં કે તપાસ માટે પોલીસ સમક્ષ હાજર ન રહે તેવી સંભાવના છે.

(6:48 pm IST)