Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સુરત:ચારેક વર્ષ અગાઉ ઉછીના પૈસા લઇ 6.50 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સુનવણી કરી

સુરત:ચારેક વર્ષ પહેલાં હાથ ઉછીના લીધેલા 6.50 લાખના લેણાંના પેમેન્ટ પેટે આપેલા 7.26 લાખના બે ચેક રીટર્નના કેસમાં આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિક્રમ કે.સોલંકીએ દોષી ઠેરવી એક વર્ષની કેદ, ફરિયાદીને ત્રીસ દિવસમાં તકરારી ચેકની બમણી રકમ 14.52 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

સીટીલાઈટ વિસ્તારમાં દેવપ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી ટીકમચંદ લુણાવતને લોકર તથા શેરબજારને લગતું કામ કરતાં આરોપી હિરેનકુમાર શેરદલાલ (રે.અર્પણ એપાર્ટમેન્ટ, નાનપુરા ટીમલીયાવાડ)ધંધાકીય સંબંધોના નાતે વર્ષ-2011 થી વર્ષ-2015 દરમિયાન કુલ રૃ.6.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા.જેના પેમેન્ટ પેટે આરોપીએ વ્યાજ સહિત આપેલા કુલ રૃ.7.26 લાખના બે ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.  અલબત્ત આરોપી પ્લી રેકર્ડ બાદ  વિરુધ્ધ કેસ કાર્યવાહી દરમિયાન આરોપી જાતે કે તેના કાનુની બચાવ માટે તેમના વકીલ કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા. વોરંટ બજ્યા વગર પરત આવતા આરોપીએ સ્વેચ્છાએ બચાવ માટે હક જતો કર્યાનું માની કોર્ટે  આરોપીનું વિશેષ નિવેદન, ફરિયાદીની ઉલટ તપાસનો હક્ક બંધ કર્યો હતો. અને આરોપી હિરેનકુમારની શેરદલાલની ની ગેરહાજરીમાં  તેને દોષી ઠેરવ્યો હતો. અને આરોપી વિરુધ્ધ બિનજામીનલાયક વોરંટ ઈસ્યુ કરીને સજાનો અમલ કરવા સક્ષમ અધિકારીને નિર્દેશ આપ્યો છે.

(6:47 pm IST)