Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

માતર તાલુકાના ગરમાળા ગામમાં વિધવાની જમીન પચાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ : માતર તાલુકાના ગરમાળા ગામમાં એક જમીનમાં ગામના ચાર વિધર્મી શખ્સો મજૂરો દ્વારા ડાંગરની રોપણી કરાવતા હતા. જેથી મૂળ જમીન માલિકે તમે કોને પૂછીને ડાંગર રોપાવો છો ? આ જમીન મારી છે તેમ કહેતાં ચારેય શખ્સોએ જ્ઞાાતિ વાચક અપશબ્દો બોલી, બકરાની જેમ હલાલ કરી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

માતર તાલુકાના મરાલામાં ચીમનભાઈ જીવાભાઈ રોહિત પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની માતા અંબાબેન (ઉં.વ.૭૨) નુ પિયર ગરમાળા ખાતે આવેલ છે. અંબાબેનના એક બેન તથા એક ભાઈનું ૪ વર્ષ પહેલાં મૃત્યુ થતાં મોસાળની જમીન અંબાબેનના નામે ચાલે છે. ગરમાળા સીમમાં બ્લોક નંબર ૯૩૮ માં હે. ૦-૧૫-૧૮ ની ખેતીની જમીનોનો વહીવટ ચીમનભાઈ કરે છે. દરમિયાન ચીમનભાઈ તથા તેમના કુટુંબી મામા પરસોત્તમભાઈ મૂળજીભાઈ રોહિત ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં ગયા હતા. તે વખતે ગરમાળા ગામના મહેબૂબમીંયા મલેકમીંયા મલેક (વાયરમેન) તથા કુટુંબીજનો મજૂરો દ્વારા ડાંગરની રોપણી કરાવતા હતા. મહેબૂબમીંયા મલેકમીંયા મલેક (વાયરમેન), અબ્દુલમીંયા મલેકમીંયા મલેક, ઝાકીરમીંયા અબ્દુલમીંયા મલેક તથા રફીકમીંયા બશીરમીંયા મલેકનાઓ ડાંગરની રોપણી કરાવતા હોય ચીમનભાઈએ કહેલું કે તમો કોને પૂછીને અમારા ખેતરમાં રોપણી કરાવો છો ? જેથી ચારેય શખ્સો એકદમ ઉશ્કેરાઈ જઇ ચીમનભાઈને જ્ઞાાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી કહેલ કે આ જમીનમાં તારું કશું નથી તું કેમ આ જમીનમાં આવ્યો છે. 

(6:42 pm IST)