Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ગાંધીનગર:ગ્રામ્ય વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 16 હજારથી વધુનો મુદામાલ કબ્જે કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં જુગારની બદી વધી રહી છે ત્યારે ફિરોજપુર ગામની સીમમાં બોરકુવા ઉપર બેટરીના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીન આધારે ડભોડા પોલીસે દરોડો પાડીને આઠ જુગારીઓને પકડી પાડયા હતા અને તેમની પાસેથી ૧૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કર્યવહી હાથ ધરી હતી.

છેલ્લા થોડા સમયથી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં ખુણે ખાંચરે જુગારની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરીને જુગારી પકડી રહી છે ત્યારે ડભોડા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બતમી મળી હતી કે, ફિરોજપુર ગામની સીમમાં શંભુજી માલાજી જાદવના ખેતરમાં આવેલા બોરકુવાની ઓરડી આગળ લાઇટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે જેના પગલે પોલીસે દરોડો પાડી સાણોદા દહેગામમાં રહેતા ભુપતજી કાનાજી ઠાકોર, ઇસનપુર મોટામાં રહેતા રોહિત બેચરજી પ્રજાપતી, ચતુરપુરાના સુનિલસિંહ બાદલસિંહ ઝાલા, ફિરોજપુરના મેલાજી પ્રતાપજી જાદવ, ગુગાભાઇ મહજીભાઇ રાવળ, બાબુજી પુંજાજી જાદવ, આદરજમોટીના ભરતજી શનાજી ઠાકોર અને સેક્ટર-૨૪માં રહેતા રાજુભાઇ હિરાભાઇ મકવાણાને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડ સહિત ૧૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

(6:41 pm IST)