Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ગાંધીનગરના સે-2માં ભાડાનું મકાન રાખી વિદેશી દારૂનો વેપલો કરતા પાલજનાં યુવાનને પોલીસે ઝડપી 48 હજારનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણની પ્રવત્તિ વધી રહી છે ત્યારે એલસીબીની ટીમે સેક્ટર-૨નું મકાન ભાડે રાખીને વિદેશી દારૃનો વેપલો કરતા પાલજના યુવાનને ઝડપી લીધો હતો જેની પાસેથી દારૃની ૧૧૦ બોટલ મળીને કુલ ૪૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતા તેની હેરાફેરી અને વેચાણ સતત વધી રહ્યું છે. શહેરની સાથે ગ્રામ્યવિસ્તારોમાં પણ સરળતાથી વિદેશી દારૃ મળી રહે છે ત્યારે જિલ્લામાં હાલ પોલીસ દ્વારા પ્રોહિબીશન ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, સેક્ટર-૨ સી પ્લોટ નંબર ૧૬૦૦-૨માં ભાડેથી રહેતા અજયસિંહ રતનસિંહ બિહોલા મુળ રહે.પાલજ તેના રૃમમાં વિદેશી દારૃ રાખીને તેનું વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતા અજયસિંહ હાજર મળી આવ્યો હતો અને તેના રૃમમાં તપાસ કરતા વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની ૧૧૦ બોટલ મળી આવી હતી.પોલીસે ૪૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને આ દારૃનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી હતી. 

(6:40 pm IST)