Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ગુજરાતને વધુ એક ગોલ્‍ડ મેડલ જીતાડયુઃ સુરતની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્‍પિયનશીપમાં બાજી મારી

ગોલ્‍ડ મેડાલીસ્‍ટ ભાવિકા જન્‍મથી જ વિકલાંગ હોવા છતાં તેણે હિંમત ન હારી અને કરી બતાવ્‍યુ કે, હમ ભી કિસી સે કમ નહિ

સુરતઃ સુરતના પાલનપુર જકાતનાકા વિસ્‍તારની રહેવાસી ભાવિકા કુકડિયાએ સાચા અર્થમાં દિવ્‍યાંગો માટે ઉદાહરણ પુરૂ પાડયુ છે. ભાવિકા જન્‍મથી જ ચાલી શકતી ન હતી પરંતુ તેનું મનોબળ ભાંગ્‍યુ નહિ અને તેણે તનતોડ મહેનત કરી ટેબલ ટેનિસ રમવામાં માસ્‍ટરી મેળવી હતી અને આખરે ઇન્‍દોરમાં યોજાયેલ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લીધો હતો અને તે જીતી અને તેણે તેના માતા-પિતા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યુ હતું.

કહેવત છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જ કહેવત સાબિત કરી છે સુરતનાં એક પેરા ખેલાડીએ. શહેરની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ માતાપિતા સહિત સુરત અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. જન્મથી કરોડરજ્જુની તકલીફ હોવાના કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખ્યાં હતાં. જોકે તેનું મનોબળ ભાંગ્યું નહતું અને તેમણે તનતોડ મહેનત કરતા તેઓ ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યાં છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની ભાવિકા કુકડીયા જન્મથી જ ચાલી શક્તી ન હતી. કરોડરજ્જુમાં તકલીફ થવાને કારણે દિવ્યાંગ ભાવિકા પાંચ વર્ષની ઉમરે પણ જમીન પર ઘસડીને જ આગળ વધતી હતી. 8 વર્ષની ઉંમરે માંડ થોડુ ચાલીને પોતાના આત્મબળે પોતે ઉભા રહેવા લાગી હતી અને બાદમાં વોકર લઇને ચાલતી હતી.

ચેતન પટેલ/સુરત: કહેવત છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જ કહેવત સાબિત કરી છે સુરતનાં એક પેરા ખેલાડીએ. શહેરની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ માતાપિતા સહિત સુરત અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. જન્મથી કરોડરજ્જુની તકલીફ હોવાના કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખ્યાં હતાં. જોકે તેનું મનોબળ ભાંગ્યું નહતું અને તેમણે તનતોડ મહેનત કરતા તેઓ ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યાં છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની ભાવિકા કુકડીયા જન્મથી જ ચાલી શક્તી ન હતી. કરોડરજ્જુમાં તકલીફ થવાને કારણે દિવ્યાંગ ભાવિકા પાંચ વર્ષની ઉમરે પણ જમીન પર ઘસડીને જ આગળ વધતી હતી. 8 વર્ષની ઉંમરે માંડ થોડુ ચાલીને પોતાના આત્મબળે પોતે ઉભા રહેવા લાગી હતી અને બાદમાં વોકર લઇને ચાલતી હતી.

જો કે ભાવિકા સુરતની અને સમગ્ર ગુજરાતની પ્રથમ દિવ્યાંગ ખેલાડી છે, જે પોતાની કેટેગરી 6 માં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઇ છે. તેણે ઇન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો છે.  જે ભાવિકાએ આજે કરી બતાવ્યું છે. એક સામાન્ય પરીવારની મહિલા અને ડિસેબલ હોવા છતાં તેને આ સિદ્ધિ મેળવી છે. તે આગામી 19 થી 21 મે દરમિયાન જોર્ડન અમાન ખાતે યોજાનાર 12મી ઓપન અલ્વાતાની ટેબલ ટેનિસ  ચેમ્પિયનશીપમાં પણ ભાગ લેવા જશે.

(5:49 pm IST)