Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

આપણને ગમે તેવું વર્તન અન્‍ય સાથે કરવું એ જ પાપ છેઃ પૂ.ભૂપેન્‍દ્રભાઈ પંડયાજી

રામાયણનું ભાવપૂર્વક, એકાગ્રતાથી અધ્‍યયન કરવાથી વ્‍યકિત સંસારના પાપમાંથી મુકત થઈ જાય છે

(કેતન ખત્રી), અમદાવાદઃ સનાતન વૈદિક સંસ્‍કળતિના શાષાોના આધાર પર સમગ્ર વિશ્વમાં પોતના ઘરોમાં બેઠેલાં લોકો હકારાત્‍મક વિચારો ગ્રહણ કરે, ઋષિઓના દિવ્‍ય વિચારો પોતાના મનમાં ધારણ કરી જીવનમાં સંકટોનો શિકાર ના બને અને વિજયી બને તે માટે સત્‍કર્મ પરિવારના તત્‍વાવધાનમાં કેડિલા ફાર્માસ્‍યુટિકલ્‍સ પરિવાર દ્વારા વિશ્વભરમાં સત્‍સંગ થતો રહે, શાષાોના સાત્‍વિક અર્થઘટન દ્વારા લોકોના જીવન સફળ અને સક્ષમ બની રહે તે ઉપક્રમ અંતર્ગત સ્‍વ. શ્રી શીલાબહેન અને ઈન્‍દ્રવદનભાઈ મોદીની પૂણ્‍યસ્‍મળતિમાં પૂજ્‍ય શ્રી ભૂપેન્‍દ્રભાઈ પંડ્‍યાજીના શ્રીમુખે વાલ્‍મિકી રામાયણ પઠનના બીજા ભાગનું આયોજન કરાયું છે.

વાલ્‍મિકી રામાયણના બીજા ભાગને આગળ ધપાવતાં પૂજ્‍ય શ્રી પંડ્‍યાજીએ જણાવ્‍યું હતું કે  બીજું સત્ર કરવાનો વિશેષ આનંદ એટલ માટે છે કે ૯ મેએ રાજીવભાઈ મોદીનો જન્‍મદિન છે. શાષાની પરંપરા છે કે જ્‍યારે કોઈ પણ ગ્રંથની કથાને આગળ વધારીએ ત્‍યારે અગાઉની કથાનું સિંહાવલોકન કરાય છે. વાલ્‍મિકી ઋષિ નારદજીને પ્રશ્ન પૂછે છે- જ્‍યાંથી વાલ્‍મિકી રામાયણનો પ્રારંભ થાય છે- કે હે નારદજી એવી કઈ વ્‍યક્‍તિ છે, જે સમાજમાં આદર્શ બની શકે, આપણી પ્રેરણા બની શકે. જેના જવાબમાં નારદજીએ ૬૮ ગુણોનું વર્ણન કરી ભગવાન રામનો મહિમા વર્ણવ્‍યો. રામાયણ વેદ સ્‍વરૂપ છે, તેમ જણાવતાં પંડ્‍યાજીએ જણાવ્‍યું કે જે તેનું પઠન કરે છે તેના પાપનો નાશ થાય છે. પૂણ્‍ય અને પાપની વ્‍યાખ્‍યા સમજવા જેવી છે. જે વર્તન કોઈ આપણી સાથે કરે અને આપણને ગમે તે પૂણ્‍ય અને તેનાથી વિપરીત જો કોઈનું વર્તન આપણને ના ગમે અને તેવું વર્તન આપણે અન્‍ય સાથે કરીએ તે પાપ છે. રામાયણનું ભાવપૂર્વક, એકાગ્રતાથી અધ્‍યયન કરવાથી વ્‍યક્‍તિ સંસારના પાપમાંથી મુક્‍ત થઈ જાય છે. મનુષ્‍ય શરીર છોડ્‍યાં બાદ સ્‍વર્ગ પ્રાપ્ત કરે છે.

(4:05 pm IST)