Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

અંતે ડ્રગ્‍સ માફીયાઓ, નકસલવાદ સામે ફૂલપ્રૂફ રણનીતિ ઘડી કાઢતા પヘમિી રાજયો

દેશના મહત્‍વના રાજયોની ટોચ લેવલની ઓનલાઈન બેઠકમાં ગુજરાતવતી મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, આઈબી વડા:અનુપમસિંહ ગેહલોત, એ.ટી.એસ. વડા દીપેન ભદ્ર વિગેરે દ્વારા મહત્‍વની ટીપ આપવામાં આવી ગુજરાત છવાઈ ગયું : પヘમિી રાજયોની ગોવા દ્વારા યોજાયેલ અગત્‍યની બેઠકમાં ડ્રગ્‍સમાફિયાઓ દ્વારા અપનાવાતી વિવિધ તરકીબો ગુજરાતના તંત્ર દ્વારા જે રીતે પર્દાફાશ થયો તે તર્જ પર વિવિધ રાજયો વિશેષ સંશોધન કરવા નિરધારઃ મહારાષ્‍ટ્ર, મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાનના ટોચના આઈપીએસ સામેલઃ રાજયો વચ્‍ચે સંકલન વધશે ટ્રાફિક નિયમન અંગે પણ આ અગત્‍યની બેઠકમાં ચર્ચા કરવામાં આવી:નરેન્‍દ્રભાઈ મોદી વડાપ્રધાન થયા બાદ દર ૬ માસે યોજાતી આ બેઠકમાં ભૂતકાળમાં મહારાષ્‍ટ્ર અને ગુજરાત પણ યજમાન બનેલઃ તાજેતરના ડ્રગ્‍સ કન્‍સાઈમેન્‍ટ પધ્‍ધતિ બાબતે વિસ્‍તૃત ચર્ચા

રાજકોટ તા.૧૦:   દેશના પヘમિી રાજ્‍યોના ટોચના અધિકારીઓની ઓનલાઈન બેઠક મહારાષ્‍ટ્ર રાજ્‍ય દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલ જેમાં ડ્રગ્‍સ , નકસલવાદ, આઇબી ઇનપુટ, ટ્રાફિક નિયમન,ગેર કાયદે હથિયાર જેવા ખૂબ ગંભીર મામલે ચર્ચા કરી તમામ રાજ્‍યો વચ્‍ચે અદભૂત સંકલન કરી આવા માફીયાઓ અને ઉગ્રવાદી તત્‍વોને ભરી પીવા રણ નીતિ બનાવવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે, રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, રાજ્‍યના આઇબી વડા અનુપમસિંહ ગેહલોત અને એ.ટી.એસ.વડાં દીપેન ભદ્ર સહિતના અધિકારીઓ ગુજરાત વતી હાઇલેવલની બેઠકમાં સામેલ થયા હતા.                 

અત્રે યાદ રહે કે દેશના વિવિધ રાજ્‍યોમાં બનતી ઘટનાઓ અંગે સાથે મળી મુકાબલો રોકવા શું શું પગલાંઓ અસરકારક પુરવાર થાય તે માટે ઘનિષ્‍ઠ વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. અત્રે એ યાદ રહે કે દર ૬ માસે આવા પ્રકારની બેઠક નરેન્‍દ્રભાઇ વડા પ્રધાન થયા બાદ મળી રહી છે.                            

 આ પહેલા ગુજરાત યજમાન બનેલ આ વખતે ગોવા દ્વારા આયોજન કરવામાં આવેલ. ઉકત બેઠકમાં મહા રાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાનના ટોચના અધિકારીઓ સામેલ ઓન લાઇન જોડાયા હતા.       

પંજાબ બાદ ગુજરાતમાં પોલીસના ઇન્‍ટેલિજન્‍સ નેટવર્ક, એ.ટી.એસ.દ્વારા મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયાના માર્ગદર્શનમાં સતત જાગૃતિ અને અન્‍ય એજન્‍સીઓ સાથે સતત સંકલનને કારણે જે સિધ્‍ધિ હાંસલ ગુજરાત દ્વારા થયેલ તેની નોંધ પણ ઉકત બેઠકમાં લેવામાં આવેલ.                  

ડ્રગ્‍સ માફિયાઓ દ્વારા યુવાધનને બરબાદ કરી નશાની ગર્તામાં ધકેલવા માટે ચાલતા પ્રયત્‍નોમાં અદાણી પોર્ટ બાદ પીપાવાવમાં જે રીતે પતંગના દોરા પર માંજો પાવવામાં આવે છે તે પ્રકારે તંત્રની આંખમાં ધૂળ ઝોંકવા પ્રયાસો ભલે ગુજરાતેના કામિયાબ બનાવાયા પરંતુ આવી તરકીબો સામે સેન્‍ટ્રલ આઇબી અને વિવિધ રાજ્‍યોની આઇબી દ્વારા પોતાના રાજ્‍યમાં અપનાવાતી પદ્ધતિ અંગે તમામ રાજ્‍યોને જાણકારી આપવા સાથે આવા તત્‍વોને ઓળખી કેન્‍દ્રીય એજન્‍સીઓ સાથે પરામર્શ કરી આવા તત્‍વોના તમામ પ્રયાસો નાકામિયાબ બનાવવા માટેના તમામ સમાન મુદ્દા આધારે ફૂલપ્રૂફ રણનીતિ બનાવવામાં આવી હોવાનું પણ સૂત્રો જણાવે છે.(

(3:57 pm IST)