Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

શિક્ષક પતિએ પત્‍નિના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને આગ ચાંપી દઇને પોતે પણ આપઘાત કરી લીધો

પુત્રએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી : તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં બનાવ

રાજકોટ તા. ૧૧ : તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયતની કચેરીમાં આજે એક ચકચારી ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. જેમાં શિક્ષક પતિએ પત્‍નીના ચારિત્ર્ય પર શંકા રાખી પોતાના શરીરે કોઈ જવલંનશીલ પ્રદાર્થ નાખી આગ ચાંપી પત્‍નીને પણ આગચાંપી હત્‍યા કરી પોતે આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.ᅠ

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાની વાલોડ તાલુકા પંચાયતની કચેરી કે જયાં પતિએ પત્‍નીની હત્‍યા કરી પોતે આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનામાં નરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી પત્‍ની મયુરી ગામીતની ચારિત્ર્ય પર શંકા રાખી ઉચ્‍છલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલ પટેલે પોતાના શરીરે જવલનશીલ પ્રદાર્થ છાંટી આગ ચાંપી પત્‍નીને પણ આગ ચાંપી પોતે હત્‍યા કરી આત્‍મહત્‍યા કરી લેતા તાલુકા પંચાયતમાં અફરાતફડી મચી ગઈ હતી.

આ ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા ઘટના સ્‍થળે પહોંચી જઈ નિરીક્ષણ કર્યું હતું. ઘટનાને લઈ તાલુકા વિકાસ અધિકારીની પોલીસે ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મયુરિકા અને અમિતના લગ્ન ૨૦૦૪માં થયા હતા તેમના થકી સંતાનમાં એક મનન કરીને પુત્ર છે, જેણે હાલમાં ધોરણ ૧૨ની પરીક્ષા આપી છે. આજે આ ઘટનાને કારણે મનને માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. મનન સ્‍થળ પર આવતા બેભાન થઇ જતા તાત્‍કાલિક વાલોડ ખાતે તબીબી સારવાર કરાવા લઇ જવો પડયો હતો.

(3:36 pm IST)