Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

અમદાવાદમાં ઝાયડસ હોસ્‍પીટલ ખાતે સ્‍ટ્રોક પ્રિવેન્‍શન કિલનિક શરુ

મગજમાં લોહીનું પરિભ્રમણ નિષ્‍ફળ જાય ત્‍યારે સ્‍ટ્રોકનો હુમલો થાય છે.

(કેતનખત્રી) અમદાવાદઃ ભારતીય  સ્‍ટ્રોક એસોસિયશનના જણાવ્‍યા અનુસાર, છેલ્‍લ ા એક  દાયકામાં  સ્‍ટ્રોકની ધટનાઓમાં ૧૦૦%  વધારો થયો છે. ભારતમાં દર વર્ષે અંદાજિત  ૧૮ લાખ લોકો સ્‍ટ્રોકથી પીડાય છે, દર ૨૦ સેકન્‍ડ ે એક ભારતીય સ્‍ટ્રોકથી પીડાય છે.  હોસ્‍પિટલોઅ સ્‍ટ્રોકના નિવારક પાસાઓ પર વધુ ધ્‍યાન  કેન્‍દ્રિત કરવાનો હવે આ સમય છે. ડો. અરવિંદ શર્મા (સેક્રેટરી ઈન્‍ડિયન સ્‍ટ્રોક એસોસિએશન અને સિનિયર ન્‍યુરોલોજીસ્‍ટ અને એચઓડી, ન્‍યુરોલોજી વિભાગ, ઝાયડસ હોસ્‍પિટલ) ના જણાવ્‍યા અનુસાર જેમને હાઇ બ્‍લડ પ્રેશર, ડાયાબિટીશ અને હાઇ બ્‍લડ કોલેસ્‍ટ્રોલ હોય તેમને સ્‍ટ્રોકનું જોખમ વધારે રહે છે.

સ્‍ટ્રોકના માત્ર ૯થી ૧૨% દર્દીઓને જ તીવ્ર સ્‍ટ્રોકની સારવાર મળે છે. બાકીના ૮૫-૯૦% ને સારવાર અને સ્‍ટ્રોકના પુનર્વસનની જરુર છે. સક્રિય અને નિષ્‍ક્રિય રોબોટિક ફિઝિયોથેરાપી માટે રોબોટિકસના સ્‍વરૂપમાં સ્‍ટ્રોક કેર રિહેબિલિટેશન એડવાન્‍સમેન્‍ટ ખૂબ જ ચોક્કસ કાર્ય છે અને સ્‍ટ્રોક ઉપચાર અને પુનઃપ્રાપ્‍તિ માટે ભવિષ્‍ય છે. જયારે નિષ્‍ણાતો દ્વારા અમલ કરવામાં આવે ત્‍યારે પરિણામો ખૂબ જ આશાસ્‍પદ હોઇ શકે છે.

(3:29 pm IST)