Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ગુજરાતના વયોવૃદ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દંપતીની નેપાળી ડ્રાઇવર દ્વારા ક્રૂર હત્યા

કરોડો રૃપિયાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી ઃ ગણત્રીની કલાકોમાં જ પોલીસે દબોચી લીધા L બોધપાઠ લ્યો : કોઈપણ નાણાકીય બાબતો, તમારી વેકેશનની યોજનાઓ, રોકાણ યોજનાઓ, એફડી રકમો, બેંક બેલેન્સ, કોઈપણ ચેકની રકમો, ઉચ્ચ મૂલ્યની ચૂકવણી, મકાન, જમીનની ખરીદીની બાબતો વિશે તમારા ડ્રાઇવર, નોકર, ઓફિસ આસિસ્ટન્ટ, ચોકીદારની સામે ક્યારેય ચર્ચા કરશો નહીં. ઃઅમેરિકાથી પરત ફરેલા અને ૨૦ વર્ષથી તેમની સાથે કામ કરતા વિશ્વાસુ ગણાતા નેપાળી ડ્રાઈવર દ્વારા મૂળ ચેન્નઈના વૃદ્ધ સુખી દંપતીની હત્યા કરી લાશ તેમના જ ફાર્મ હાઉસમાં દાટી દીધી : હાહાકાર

ચેન્નાઈ : એક આઘાતજનક ઘટનામાં, ચેન્નાઈના દંપતી શ્રીકાંત (ઉ.૬૫), અને અનુરાધા, (ઉં.૬૦), જેઓ ૧૦ મહિના સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં રોકાયા પછી શનિવારે માયલાપોર પરત ફર્યા હતા, તેમની નેમિલિચેરીમાં તેમના ફાર્મહાઉસમાં હત્યા કરીને લાશ ત્યાજ ડફનાવી દેવામાં આવી હતી. તેમ પોલીસે કહ્યું છે. તેમની સાથે છેલ્લા ૨૦ વર્ષથી કામ કરતા અને સાર સંભાળ રાખતા ડ્રાઈવરે આ હત્યાઓને અંજામ આપ્યો હતો.

૭ મેના રોજ, ચેન્નાઈ સિટી પોલીસને તેમના સંબંધીઓ તરફથી ફરિયાદ મળી હતી કે માયલાપુરની બ્રિંદાવન સ્ટ્રીટ ખાતે દ્વારકા કોલોનીમાં વૈભવી બંગલામાં રોકાયેલા દંપતીનો કોઈ પત્તો નથી.

૬૫ વર્ષીય આ હત્યા પામેલ વ્યકિત ગુજરાતમાં એક જાણીતી ખાનગી આઈટી કંપની ચલાવે છે અને એક પ્રતિષ્ઠિત ઓડિટર હતા, જ્યારે તેમનો પુત્ર અને પુત્રી યુએસમાં ડૉકટર તરીકે કામ કરે છે.  પોલીસે જણાવ્યું કે, નેપાળનો નાગરિક એવો લાલ કૃષ્ણ નામનો ડ્રાઈવર છેલ્લા ૨૦ વર્ષથી હત્યા કરાયેલા ગુજરાતના ઓડિટર શ્રીકાંતના કાર ડ્રાઈવર તરીકે કામ કરી રહેલ છે અને પરિવારનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. છે.

પોલીસે જણાવ્યું કે, ક્રિષ્નાએ અમેરિકાથી પરત આવેલા આ વૃદ્ધ દંપતીને ચેન્નાઈ એરપોર્ટ પરથી પિકઅપ કરેલ.  તેઓ ઘરે પહોંચ્યા પછી, ૪૫ વર્ષીય આ વિશ્વાસુ નેપાળી કાર ડ્રાઈવરે, તેના મિત્ર અને ઘરના મદદગાર, દાર્જિલિંગના ૩૯ વર્ષીય વતની રવિ સાથે, તેમના પર નિર્દયતાથી હુમલો કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

માયલાપુર પોલીસ ઇન્સ્પેકટર રવિના નેતૃત્વ હેઠળની ટીમ બંગલામાં પહોંચી, તેઓએ ફ્લોર પર લોહીના ડાઘા જોયા અને દરવાજો તોડી નાખ્યો. તેઓએ ક્રિષ્ના અને રવિને શંકાસ્પદ તરીકે અલગ તારવ્યા.

 મોબાઈલ સિગ્નલના આધારે, તેઓને ખબર પડી કે આ બંને હત્યારા કારમાં ગુમ્મીડીપુંડી થઈને આંધ્રપ્રદેશ ભાગી રહ્યા છે.  આંધ્રપ્રદેશ પોલીસને એલર્ટ કરવામાં આવી હતી, જેમણે ઓંગોલ નજીકથી ગુનેગારોને પકદિ લીધેલ  હતા.

માયલાપુર પોલીસે ફરિયાદના છ કલાકમાં જ ગુનેગારોને તેમની કસ્ટડીમાં લીધા હતા. ક્રિષ્નાએ કબૂલાત કરી હતી કે દંપતી, શ્રીકાંત અને અનુરાધાએ તેમની સામે જ તેમની જમીનના વેચાણમાંથી ૪૦ કરોડ રૃપિયા રોકડા આવ્યા હોવાની વાત કરી હતી, ત્યાર બાદ તેણે મહિના પહેલા રવિ સાથે મળીને પૈસા લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે દંપતી શનિવારે સવારે ૩.૩૦ વાગ્યે ઘરે પહોંચી ગયું હતું.  ત્યારબાદ રવિ અને ક્રિષ્નાએ પ્રથમ શ્રીકાંતના માથા પર પ્રહાર કરી ઢીમ ઢાળી દીધા પછી, નિઃસહાય પત્ની અનુરાધા પર હુમલો કર્યો અને તેને પણ નિર્દયતાથી મારી નાખેલ એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, બંનેએ થ્રી-ટાયર લોકરમાં રાખેલા સોનું, હીરા અને પ્લેટિનમ જ્વેલરીની લૂંટ કરી હતી.  લૂંટમાં ૧૦૦૦ થી વધુ નાનામોટા સોનાના દાગીના, ૬૦ કિલોથી વધુ ચાંદીના બિસ્કિટ, ચાંદીના વાસણો, ૧૦ હીરાની બુટ્ટીઓ અને ૮ કરોડથી વધુની કિંમતના પ્લેટિનમ બ્રેસલેટનો સમાવેશ થાય છે.

ઉપરના અત્યંત વિશ્વાસુ મનાતા નેપાળી ડ્રાઇવર સહિત બં હત્યારાઓએ  શ્રીકાંત અને અનુરાધાના મૃતદેહોને ચેન્નાઈ નજીક નેમિલિચેરીમાં તેમના ફાર્મહાઉસમાં લઈ જઈને દફનાવી દીધા.  તપાસમાં જાણવા મળ્યું કે તેઓએ ૧૦ દિવસ પહેલા ખાડો ખોદી રાખ્યો હતો. આ બંને હત્યારાને સ્થળ પર લાવવામાં આવ્યા હતા.

 ચેન્નાઈના અધિક પોલીસ કમિશનર કન્નનઆરડીઓ રાજનની હાજરીમાં વિડિયો રેર્કોડિંગ સાથે બંને મૃતદેહોના ખોદકામની દેખરેખ રાખી અને તેમને પોસ્ટમોર્ટમ માટે ચેંગલપટ્ટુ હોસ્પિટલમાં મોકલ્યા.

પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સતત કહેતા હોય છે કે આ બનાવ ઉપરથી સહુએ બોધપાઠ લેવો જોઈએ કે  કોઈપણ નાણાકીય બાબતો, તમારી વેકેશનની યોજનાઓ, રોકાણ યોજનાઓ, એફડી રકમો, બેંક બેલેન્સ, કોઈપણ ચેક ની રકમો, ઉચ્ચ મૂલ્યની ચૂકવણી, મકાન/જમીનની કિંમતની ખરીદીની બાબતો વિશે તમારા ડ્રાઇવર, નોકર, ઓફિસ આસિસ્ટન્ટ, ચોકીદારની સામે ક્યારેય ચર્ચા કરશો નહીં. આ બાબતે, તમારા પરિવારના સભ્યો અને અન્ય કોઈપણ સાથે કોઈપણ જાહેર સ્થળોએ ચર્ચા કરશો નહિ, આપણને ખબર નથી હોતી કે તમારી આ વાતો કોણ સાંભળી રહ્યું છે. હંમેશા ખૂબ સાવચેત અને સુરક્ષિત રહો.. (ડેઈટલાઈન ગુજરાતના સૌજન્યથી)

(3:19 pm IST)