Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

એક તક પોલીસને, ભૂમાફીયાઓ, વ્‍યાજખોરો સામે નિર્ભયતાપૂર્વક લોકોને આગળ આવવા અપીલઃ આખો કાફલો કામે લગાડવામાં આવ્‍યો

રાજકોટ રેન્‍જ વડા સંદીપ સિંહના માર્ગદર્શન અને એસપી હરેશ દુધાતના નેતૃત્‍વ હેઠળ ઉતર સૌરાષ્‍ટ્રમાં અદ્‌ભૂત પ્રયોગ : ઉતર સૌરાષ્‍ટ્રમાં સુરેન્‍દ્રનગરથી પ્રારંભ થનારા અભિયાન અંગે ડીવાયએસપી હિમાંશું દોશીની ‘અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા.૧૧: સુરતને ડ્રગ્‍સ સાથે ગુનેગાર મુકત બનાવવા પોલીસ કમિશનરશ્રી દ્વારા ચાલતા અભિયાન અંતર્ગત વધુ એક મહત્‍વનું કદમ ઉઠાવવામાં આવ્‍યું છે, સુરત ખાતે ઝોન- ૪ મા નિમાયેલ નાયબ પોલીસ કમિશનર દ્વારા પોતાની હકૂમત હેઠળના ૧૭૪ જેટલા બિલ્‍ડિંગો પર અચાનક ધોસ બોલાવી ૩૨૫ જેટલા આરોપીઓની હાજરી ચેક કરવા સાથે તેમની હાજરી ચેક કરવા સાથે ૪૯ જેટલા વાહનો મધરાતે કબ્‍જે કરવામાં આવતા અનેક વિધ અનુમાનો સાથે અટકળોની આંધી ઉઠવા પામી છે.                             
   ઉકત બાબતે સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ સુરતના અમરોલી હેઠળના ઓસાડ વિસ્‍તારનો ચાર્જ લીધાના ફકત એક માસમાં સર્વ કરાવતા વિવિધ પ્રકારના ભૂતકાળમાં ગુન્‍હાઓ કરવા માટે પોલીસ ચોપડે ચડી ચૂકેલા ૩૩૩ જેટલા ગુનેગારો આ વિસ્‍તારમાં આવેલ કુલ ૫ વિભાગના ફ્‌લેટમાં રહેતા હોવાનું ખુલ્‍યું હતું, જેથી અલગ અલગ ટીમો બનાવી અને ઓપરેશન હાથ ધરેલ તેમ જેમના નેતળત્‍વ હેઠળ આ કાર્યવાહી હાથ ધરાયેલ તેવા નાયબ પોલિસ કમિશનર હર્ષદ મહેતા દ્વારા સમગ્ર ઓપરેશન અંગે અકિલા સાથેની વાતચીતમાં વિસ્‍તૃત વિગતો વર્ણવતા જણાવેલ.                         
પોલીસ ઓપરેશનમાં અમારી સાથે પોલીસ કમિશનરશ્રી સાથે બેઠક કરી જે રણ નીતિ બનાવેલ તે મુજબ ૨,એસીપી, ૪પીઆઇ,, ૧૩ પીએસઆઈ અને ૧૭૫ થી વધુ પોલીસ કાફલો જોડવામાં આવેલ તેમ સુરતમાં ફકત ૧ માસમાં પહેલા જ ચાર્જ સંભાળનાર આ અધિકારીએ જણાવ્‍યું હતું.                  
ઉકત ઓપરેશન દરમિયાન તમામ એફ. આઈ.આર. રજી.મુજબ ગુન્‍હાની વિગત, આરોપીઓની ગુન્‍હો કરવાની પદ્ધતિ તથા તેમનું જે વર્ણન લખવામાં આવેલ તે બાબતો અલગ થી એક ખાસ ટીમ દ્વારા સાથે રાખી અને એમ. ઓ. તથા તેમના વર્ણન મુજબના ચેઈન સ્‍કેચિંગ સહિત લુંટ અને ઘરફોડી સહિતની શંકા આધારે ૫૯ આરોપીઓને ઉપાડી તેમની હર્ષદ મહેતા ટીમ દ્વારા સૌરાષ્‍ટ્રની આગવી પદ્ધતિ મુજબ સરભરા કરવામાં આવેલ. પોલીસ દ્વારા ૪૯ શંકાસ્‍પદ વાહનો પણ કબ્‍જે કરવામાં આવેલ.      
  પોલીસ ઓપરેશનમાં  એસીપી ઝેડ.આર.દેસાઈ, દીપ વકીલ, ૪ પીઆઇ,૧૩ પીએસઆઈ,ટોઈંગ વાહનો, વજ્ર વાહન સાથે રાખવા સાથે કોઇ મુકાબલો થાય તો પોલીસ કમિશનર દ્વારા વધારાના ફોર્સ માટે પણ તૈયારીઓ રાખવામાં આવેલ. નંબર પ્‍લેટ વગરના વાહનો પૈકી ઘણા બિનવારસી વાહનો કબ્‍જે કરવામાં આવેલ. હવે પોલીસ દ્વારા સિનિયર સિટીઝન કે જેઓ એકલા રહે છે તે માટે દાદા -દાદીના દોસ્‍ત યોજના પણ પોલીસ કમિશનરશ્રીના સહયોગથી શરૂ થનાર હોવાનું આ અધિકારી દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ

 

(10:42 am IST)