Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

લ્‍યો બોલો... સુરત મ્‍યુનિ. કમિશનરના સામે રૂપિયાની માંગણી : આરોગ્‍ય અધિકારીને ફોન કરતા ભાંડો ફૂટયો

ઠગબાજે બંછાનિધિપાનીના નામે ફોન અને મેસેજ કરી પૈસાની માંગણી કરી : સુરત મ્‍યુનિ. કમિશનરની શહેરીજનોને અપીલ તેમના કોઇ પણ ફોન કે મેસેજ આવે તો તેને માન્‍ય રાખવો નહી

સુરત તા. ૧૧ : શહેરના સંભવત પ્રથમ વાર એવો કેસ સામે આવ્‍યો છે કે જેમાં ઠગબાજ ફોન કરી આઈએએસ ઓફિસર સુરત મ્‍યુનિસિપલ કમિશનર નામ પૈસાની માગણી કરી છે. જોકે ઠગબાજે આ ફોન સુરત મહાનગરપાલિકાના જ આરોગ્‍ય અધિકારીને કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. બનાવને પગલે સુરત મ્‍યુનિસિપલ કમિશનર તાત્‍કાલિક સોશિયલ મીડિયા મારફતે શહેરીજનોને અપીલ કરી હતી કે તેમના કોઈ પણ ફોન કે મેસેજ આવે તો તેને માન્‍ય રાખવો નહીં.
હાલ તો ફોન કરનાર સામે સુરત મ્‍યુનિસિપલ કમિશનરના પીએએ સાયબર ક્રાઇમમાં લેખિતમાં અરજી આપી દીધી છે. પોલીસે આગળની તપાસ પોલીસે શરૂ કરી છે. સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ મથક અને ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકે અનેક ફરિયાદો ઓનલાઇન ઠગાઈની નોંધાતી હોય છે. પરંતુ સુરત શહેરના ઇતિહાસમાં સંભવત પ્રથમ વાર એવું બન્‍યું છે કે પૈસા માંગનાર ઠગબાજે સુરત મ્‍યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના નામે ફોન અને મેસેજ કરી પૈસાની માગણી કરી છે. બન્‍યું એવું કે સુરત મહાનગરપાલિકામાં જ આરોગ્‍ય અધિકારી તરીકે ફરજ બજાવતા એક અધિકારી પર ફોન આવ્‍યો હતો અને કમિશનરશ્રીના અગ્ર રહસ્‍ય સચિવ ફોન કરનાર અજાણ્‍યા ઈસમે પોતાની ઓળખ સુરત મ્‍યુનિસિપલ કમિશનર આઇ.એ.એસ ઓફિસર બંછાનીધી પાની તરીકે આપી હતી.
ત્‍યારબાદ આ ઈસમે તેને તાત્‍કાલિક પૈસાની જરૂર છે તેમ કહી આરોગ્‍ય અધિકારી પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી આરોગ્‍ય અધિકારીને ફોન કરનાર અજાણ્‍યા ઈસમ પર શંકા જતા તેમણે સુરત મ્‍યુનિસિપલ કમિશનરને ફોન કરી આ વાત અંગે ધ્‍યાન દોર્યું હતું. જેથી સુરત મ્‍યુનિસિપલ કમિશનરે તાત્‍કાલિક આ અજાણ્‍યા નંબર સાથેનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે મેસેજમાં સુરત મ્‍યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્‍યું હતું કે આ નંબર તેમનો નથી. જેથી જો કોઈને પણ તેમના નામે ફોન કરી અથવા મેસેજ કરી પૈસાની માગણી કરવામાં આવે તો તેને ધ્‍યાન પર ન લેવા સુરત મ્‍યુનિસિપલ કમિશનરે શહેરીજનોને અપીલ કરી છે.
સુરતના મ્‍યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના અગ્ર રહસ્‍ય સચિવ દ્વારા જાહેર જનતા જોગ અપીલ  કરવામાં આવી છે કે આવા ફોન કે મેસેજ પર ધ્‍યાન આપવું નહીં  તે ફોનને સાચા માની કોઈ આર્થિક વ્‍યવહાર કરવો નહીં.વાત જાણે એમ છે કે સુરતના લોકો અને ઉદ્યોગપતિઓને ૭૭૨૮૯૬૯૭૬૦ નંબર પરથી ફોન આવી રહ્યાં છે. ફોન કરનાર દ્વારા પોતે સુરત મનપાનો કમિશનર હોવાની ઓળખ આપવામાં આવે છે અને ત્‍યાર બાદ નાણાંની માંગણી કરવામાં આવે છે. આ બાબતની જાણકારી મનપાના અધિકારીઓને થતાં તાત્‍કાલિક પગલાં લેવામાં આવ્‍યા છે. સુરત મનપા કમિશનરના અગ્રસચિવ ઝવેર પટેલે જાહેર જનતા જોગ એક અપીલ કરી છે કે ઉપરોક્‍ત નંબર સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની, IAS નો નથી.
હાલ તો પ્રાથમિક તપાસમાં ફોન કરનાર ઈસમ રાજસ્‍થાન બાજુનો હોવાનું અજાણ્‍યા ઈસમ દ્વારા મ્‍યુ.કમિશનરના નામે ફોન કરી પૈસાની માંગણી કરવામાં આવતી હોવાની જાણ થતાની સાથે જ તેઓએ તાત્‍કાલિક પોલીસ કમિશનર અજયકુમાર તોમરને ફોન કરી આ વાતની જાણ કરી હતી. આ ઉપરાંત તેઓએ પીએ દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મનપા કમિશનરના નામે પૈસા મંગાવામાં આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

 

(3:32 pm IST)